પીએમ નરેન્દ્ર મોદીએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને સરહદ પર જવા કહ્યું, પરિસ્થિતિનો તાગ મેળવશે

Narendra Modi Rajnath Singh: કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક પૂરી થઈ ગઈ છે. આ બેઠક પછી મોદીએ રાજનાથ સિંહને સરહદ પર જઈને પરિસ્થિતિ વિશે માહિતી મેળવવા માટે કહ્યું હતું. આ બેઠક પછી રાજનાથ સિંહ હવે સરહદ માટે રવાના થશે. આ પછી તેઓ ભારત અને પાકિસ્તાનની બોડર પર પહોંચશે. પરિસ્થિતિનો તાગ મેળવશે.
આ પણ વાંચો: ગુજરાતના 9 જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની ચેતવણી, IMDએ આપ્યું અપડેટ
રાજનાથ સિંહ હવે સરહદ માટે રવાના થવાના
ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલી કાર્યવાહીનો તાગ મેળવવામાં આવશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હવે સરહદ માટે રવાના થઈ ગયા છે. થોડા સમય બાદ ભારત-પાકિસ્તાન સરહદ પર પહોંચશે. આજે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલી કાર્યવાહી બાદ, સરહદ પર બંને બાજુથી ભારે ગોળીબાર અને તોપમારો થઈ રહ્યો છે.