PM મોદી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી ખાતે લખપતિ દીદીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના વાંસી-બોરસી ખાતે લખપતિ દીદીના કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં 1.1 લાખથી વધુ મહિલાઓ ભાગ લે તેવી અપેક્ષા છે.
આ કાર્યક્રમ પોલીસિંગ ક્ષેત્રે એક નવો સીમાચિહ્ન સ્થાપિત કરશે, કારણ કે કાયદો અને વ્યવસ્થાના તમામ પાસાઓ તેમજ ઇવેન્ટની વ્યવસ્થાનું સંચાલન મહિલા પોલીસ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા કરવામાં આવશે.
જેમાં કુલ 2,165 મહિલા કોન્સ્ટેબલ, 187 મહિલા PI, 61 મહિલા PSI, 19 મહિલા Dy.SP, 5 મહિલા DSP, 1 મહિલા IGP અને 1 મહિલા ADGP સમગ્ર કાર્યક્રમનો ચાર્જ સંભાળશે, જેથી તેનો સુચારૂ અમલ થાય.