આતંકવાદી હુમલા બાદ સાઉદી અરેબિયાથી ગૃહમંત્રી અમિત શાહને PM મોદીના નિર્દેશ, ઘટના સ્થળની મુલાકાત લો

PM Modi telephonic conversation: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ, સાઉદી અરેબિયાના પ્રવાસે રહેલા PM નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી અને આ મામલે નક્કર અને કડક કાર્યવાહી કરવા જણાવ્યું. પીએમ મોદીએ ગૃહમંત્રીને પણ ઘટનાસ્થળની મુલાકાત લેવા પણ જણાવ્યું છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામ નજીક મંગળવારે થયેલા શંકાસ્પદ આતંકવાદી હુમલામાં એક પ્રવાસીનું મોત થયું હતું અને 12 અન્ય ઘાયલ થયા હતા.

સૂત્રોનું કહેવું છે કે શંકાસ્પદ આતંકવાદીઓએ પ્રવાસીઓના એક જૂથ પર ગોળીબાર કર્યો હતો. માહિતી આપતાં પોલીસે જણાવ્યું કે આ ગોળીબારમાં 4 લોકો ઘાયલ થયા છે. સુરક્ષા દળોની ટીમ હજુ પણ પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રવાસીઓ રાજસ્થાનથી આવ્યા હતા. આ એક ટૂરિસ્ટ વિસ્તાર છે અને ઉનાળાની રજાઓ શરૂ થવાની છે, તેથી લોકો ધીમે ધીમે આ વિસ્તારની મુલાકાત લેવા માટે આવી રહ્યા છે. આ હુમલા પાછળ પાકિસ્તાની આતંકવાદીઓનો હાથ હોવાનું કહેવાય છે.