PM Modi-Coldplay: PM મોદીએ ભારતમાં લાઈવ કોન્સર્ટની સફળતા વિશે કહી ખાસ વાત

PM Modi-Coldplay: ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025ને સંબોધતા PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં તમે મુંબઈ અને અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની અદ્ભુત તસવીરો જોઈ હશે, આ દર્શાવે છે કે ભારતમાં લાઇવ કોન્સર્ટનો કેટલો સ્કોપ છે.
#WATCH | Bhubaneswar | At Utkarsh Odisha – Make in Odisha Conclave 2025, PM Narendra Modi says, "You must have seen fabulous pictures of Coldplay concert organised in Mumbai and Ahmedabad. It shows that India has a massive scope for live concerts. Big artists from around the… pic.twitter.com/Gw9UMZ8EV2
— ANI (@ANI) January 28, 2025
કોલ્ડપ્લે કોન્સર્ટ વિશે પીએમ મોદીએ ખાસ વાત કહી
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “તમે મુંબઈ અને અમદાવાદમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટની અદ્ભુત તસવીરો જોઇ હશે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતમાં લાઇવ કોન્સર્ટ માટે ઘણી શક્યતાઓ છે. દુનિયાભરના મોટા કલાકારો ભારત તરફ આકર્ષાય છે… મને આશા છે કે રાજ્ય અને ખાનગી ક્ષેત્ર જરૂરી માળખાગત સુવિધાઓ અને કૌશલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
પ્રધાનમંત્રીએ કોન્સર્ટ અર્થતંત્ર વિશે વાત કરી
પીએમ મોદીએ વધુમાં કહ્યું, “દુનિયાભરના મોટા કલાકારો પણ ભારત તરફ આકર્ષાઈ રહ્યા છે. કોન્સર્ટ ઇકોનોમી પ્રવાસનને વેગ આપી રહ્યું છે અને મોટા પાયે રોજગારીનું સર્જન કરી રહ્યું છે. હું રાજ્યો અને ખાનગી ક્ષેત્રને વિનંતી કરું છું કે તેઓ એક સુસંગઠિત અર્થતંત્ર માટે જરૂરી માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે. પછી ભલે તે ઇવેન્ટ મેનેજમેન્ટ હોય, કલાકારોનું ગ્રુમિંગ હોય, સુરક્ષા હોય કે અન્ય વ્યવસ્થા હોય. આ બધા ક્ષેત્રોમાં નવી શક્યતાઓ ઉભરી રહી છે.”