December 14, 2024

Pm Modi Live: PMના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું કોંગ્રેસ બંધારણના નામે લોકોને ડરાવે છે

Pm Modi Live: પીએમ મોદી લોકસભાને સંબોધિત કરી રહ્યા છે. બંધારણના 75 વર્ષની ભવ્ય યાત્રા પર ચર્ચામાં ભાગ લીધો હતો. આ સમયે લોકસભામાં પીએમ મોદીએ કહ્યું કે લોકશાહીના ઉત્સવને ગૌરવ સાથે ઉજવવાનો આ દિવસ છે.

ઝડપથી વિકાસ કરી રહ્યો છે
પીએમ મોદી લોકસભાને સંબોધિત કરતી વખતે કહ્યું કે આપણો દેશ ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યો છે. 140 કરોડ દેશવાસીઓનો આ સંકલ્પ છે કે જ્યારે આપણે આઝાદીની શતાબ્દી ઉજવીશું ત્યારે વિકસિત ભારતમાં ઉજવીશું. જીવનના દરેક ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન પ્રશંસનીય રહ્યું છે. આ ગૃહોમાં મહિલા સાંસદોની સંખ્યા પણ વધી રહી છે. ભારતના રાષ્ટ્રપતિ પદ પર એક આદિવાસી મહિલા છે.

370 દેશની એકતામાં દીવાલ બની ગઈ
મોદીએ કહ્યું કે કલમ 370 દેશની એકતામાં દીવાલ બની ગઈ હતી. GST એ અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. કોઈ ગરીબ વ્યક્તિ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય છે ત્યારે તેમને બીજા રાજ્યમાંથી કંઈપણ મળતું નથી. જેના કારણે અમે વન નેશન વન રાશન કાર્ડ લાવ્યા છીએ. જેના કારણે અમે મે આયુષ્માન કાર્ડ બહાર પાડ્યું છે. દુનિયામાં અમે ગર્વ સાથે કહી રહ્યા છે ટેક્નોલોજીને લોકશાહી બનાવવાનું કામ કર્યું છે. અમે નવી શિક્ષણ નીતિમાં પણ માતૃભાષા પર ઘણો ભાર આપ્યો છે.

કોંગ્રેસ સંવિધાનને બદલવા માટે તત્પર છે
પીએમ મોદીએ લોકસભામાં કહ્યું કે કોંગ્રેસ સમયે સમયે બંધારણ પર પ્રહાર કરી રહી છે. લગભગ છ દાયકામાં 75 વખત બંધારણ બદલી દેવામાં આવ્યું. જવાહર લાલ નેહરુએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું હતું કે જો બંધારણ આપણા માર્ગમાં આવે છે, તો કોઈપણ સંજોગોમાં બંધારણમાં ફેરફાર થવા જોઈએ.

આ બંધારણની ભેટ છે
મોદીએ કહ્યું કે મારા જેવા લોકો અહીં સુધી પહોંચ્યા તે બંધારણની ભેટ છે. દેશે અમને ત્રણ વખત પ્રેમ આપ્યો છે. આ આપણા બંધારણ વિના શક્ય નથી. દેશની જનતા સંવિધાનની સાથે તાકાત સાથે ઉભી છે. કોગ્રેસના એક પરિવારે બંધારણને ઠેસ પહોંચાડવામાં કોઈ કસર છોડી નથી. આ પરિવારના ખરાબ વિચારો, દુષ્ટ કાર્યો અને કુકર્મોની પરંપરા હજૂ પણ ચાલું છે. આ પરિવારે બંધારણને પડકાર ફેંક્યો છે. લગભગ 6 દાયકામાં 75 વખત બંધારણ બદલવામાં આવ્યું હતું. બંધારણના કોઈપણ અનુચ્છેદમાં સંસદ પોતાની ઈચ્છા મુજબ કોઈપણ ફેરફાર કરી શકે છે અને કોર્ટ કંઈ કરી શકતી નથી, આ પાપ ઈન્દિરા ગાંધીએ કર્યું હતું.

સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાવવામાં વ્યસ્ત
બંધારણ સભામાં સમાન નાગરિક સંહિતા પર ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા પછી નિર્ણય લેવાશે કે જે પણ સરકાર ચૂંટાશે તે આ અંગે નિર્ણય લઈ શકે છે. સુપ્રીમ કોર્ટે પણ ઘણી વખત કહ્યું છે કે દેશમાં વહેલામાં વહેલી તકે સમાન નાગરિક સંહિતા લાવવી જોઈએ. અમે સમાન નાગરિક સંહિતા લાવવામાં તાકાત લગાવી રહ્યા છીએ. બંધારણ સાથે રમત કરવી અને બંધારણનો અનાદર કરવો એ તેમની આદત બની ગઈ હતી.પીએમ મોદીએ કહ્યું, “કોંગ્રેસ માટે બંધારણ કોઈ પવિત્ર પુસ્તક નથી. કોંગ્રેસ બંધારણના નામે લોકોને ડરાવે છે.”

સરદાર દેશના પહેલા પીએમ
કોંગ્રેસ પક્ષ બંધારણમાં માનતો નથી. તેમને બંધારણ શબ્દ જ શોભતો નથી. કોંગ્રેસની 12 રાજ્ય સમિતિઓએ સરદાર પટેલને સંમતિ આપી હતી. બંધારણ હેઠળ માત્ર સરદાર પટેલ જ પીએમ બની શક્યા હોત. પરંતુ તેઓ પોતાના બંધારણને સ્વીકારી ન શક્યા અને સરદાર સાહેબ પીએમ ન બની શક્યા. મોદીએ કહ્યું કે જે પોતાના પક્ષના બંધારણને સ્વીકારતા નથી તેઓ દેશના બંધારણને કેવી રીતે સ્વીકારી શકે?

અમે બંધારણમાં સુધારો કર્યો
અમે બંધારણમાં સુધારો કરીને 10 ટકા અનામતની જોગવાઈ કરી છે. બધા તેનો સ્વીકાર કરતા પણ જોવા મળ્યા હતા. અમે કલમ 370 હટાવી દીધી અને હવે કોર્ટે પણ તેને મંજૂરી આપી દીધી છે. પીએમ મોદીએ કહ્યું, “આખી કોંગ્રેસ પાર્ટી એક પરિવારે કબજે કરી લીધી છે. બંધારણ સાથે રમત કોંગ્રેસની નસોમાં રહી છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીના સંસદમાં આકરા પ્રહાર, કહ્યુ – સરકારે યુવાનોનાં અંગૂઠા કાપ્યાં

જુમલા શબ્દ
મોદીએ કહ્યું કે કોંગ્રેસના સાથીદારોને એક શબ્દ બહુ ગમે છે. જેના વગર તે રહી શકતા નથી. આ શબ્દ છે જુમલા. ભારતમાં જો કોઈ સૌથી મોટું સૂત્ર હોય તો તે છે ‘ગરીબી હટાવો’નું સૂત્ર. આ સૂત્રના કારણે દેશના રાજકારણમાં ઘણી મદદ મળી હતી. પરંતુ ગરીબી દૂર થઈ શકી ના હતી.