News 360
Breaking News

PM મોદીના હસ્તે વનતારા વન્યજીવન કેન્દ્રનું ઉદ્ઘાટન, બાળ સિંહને બોટલથી દૂધ પીવડાવ્યું

Vantara: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વનતારા વન્યજીવન બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ ત્યાં વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું છે. પીએમ મોદીએ પ્રાણીઓને આપવામાં આવતી વિવિધ પ્રકારની સુવિધાઓ વિશે માહિતી એકત્રિત કરી. તેમજ એક સફેદ સિંહના બચ્ચાને દૂધ પણ પીવડાવ્યું હતું. વનતારા દેશનું સૌથી મોટું વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર છે. આ 2 હજારથી વધુ પ્રજાતિઓ અને 1.5 લાખથી વધુ લુપ્તપ્રાય વન્યજીવોનો આશ્રય છે.

વન્યજીવન હોસ્પિટલની મુલાકાત
પીએમ નરેન્દ્ર મોદીએ વનતારામાં વન્યજીવન હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. જેમાં MRI, CT સ્કેન અને ICU સહિત વિવિધ સુવિધાઓ છે. હોસ્પિટલમાં નેફ્રોલોજી, ડેન્ટિસ્ટ્રી, વાઇલ્ડલાઇફ એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, ઇન્ટરનલ મેડિસિન વગેરે સહિત વિવિધ વિભાગો છે.

આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સફેદ સિંહના બચ્ચાને દૂધ પીવડાવ્યું હતું. તેમજ પીએમ મોદીએ જે બચ્ચાને દૂધ પીવડાવ્યું તે સફેદ સિંહના બચ્ચાનો જન્મ તેની માતાને બચાવીને વનતારા લાવવામાં આવ્યા પછી થયો હતો.  પીએમ મોદીએ કેન્દ્રમાં ઘણા ખતરનાક પ્રાણીઓને નજીકથી જોયા હતા. તેમજ ભારતમાં એક સમયે વિપુલ પ્રમાણમાં જોવા મળતા કારાકલ હવે દુર્લભ બની રહ્યા છે. વનતારામાં કરાકલ્સને તેમના સંરક્ષણ માટે સંવર્ધન કાર્યક્રમના ભાગ રૂપે ઉછેરવામાં આવે છે અને પછીથી તેમને જંગલમાં છોડી દેવામાં આવે છે.

પીએમ મોદીએ MRI રૂમની મુલાકાત લીધી
વાઇલ્ડલાઇફ હોસ્પિટલમાં પીએમ મોદીએ MRI રૂમની મુલાકાત લીધી અને એશિયાઈ સિંહનો એમઆરઆઈ નિહાળ્યો હતો. તેમણે તે ઓપરેશન થિયેટરની પણ મુલાકાત લીધી હતી જ્યાં હાઇવે અકસ્માતમાં ઘાયલ થયેલા દીપડાની સર્જરી ચાલી રહી હતી.

પીએમ મોદીએ હિપ્પોપોટેમસને નજીકથી જોયું હતું. તેમજ એક મોટા અજગર અને હાથી પણ જોયા હતા. તેમણે બે માથાવાળો સાપ પણ જોયો હતો. વડાપ્રધાને હાથીની હોસ્પિટલની કામગીરી નિહાળી હતી. તેમણે કેન્દ્રમાં બચાવેલા પોપટને પણ મુક્ત કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને કેન્દ્રમાં વિવિધ સુવિધાઓનું સંચાલન કરી રહેલા ડોકટરો, કાર્યકરો અને સહાયક સ્ટાફ સાથે પણ વાતચીત કરી હતી.