PM મોદી આજે દિલ્હીમાં કરશે 12200 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ
PM Modi: પીએમ મોદી આજે દિલ્હીમાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરવાના છે. જેમાં નમો ભારત ટ્રેન કોરિડોરના વિસ્તરણથી લઈને દિલ્હી મેટ્રોના ચોથા તબક્કાના વિસ્તરણનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
આ પણ વાંચો: દિલ્હી-NCRના આકાશમાં ધુમ્મસ છવાયું, જાણો આજે કેવું રહેશે હવામાન
નમો ભારત ટ્રેનમાં મુસાફરી કરશે
PM મોદી આજે 12,200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાના છે. વડાપ્રધાન આશરે રૂપિયા 4,600 કરોડના ખર્ચે બનેલ સાહિબાબાદ અને ન્યુ અશોક નગર વચ્ચે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ નમો ભારત કોરિડોરના 13 કિલોમીટર લાંબા પટ્ટાનું ઉદ્ઘાટન કરશે. તેની સાથે જ દિલ્હીને તેની પહેલી નમો ભારત કનેક્ટિવિટી મળી રહેશે. જેનાથી લોકોને ફાયદો એ થશે કે દિલ્હી અને મેરઠ વચ્ચેની મુસાફરી વધુ સરળ બની જશે.