PM મોદીએ રામનવમી પર તમિલનાડુને આપી મોટી ભેટ, વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજનું કર્યું ઉદ્ઘાટન

India’s First Vertical Lift Sea Bridge: ઇલેન્ડ અને શ્રીલંકાના પ્રવાસથી આવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામેશ્વરમ પહોંચ્યા છે અને નવા હાઇ-ટેક પંબન બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. જે ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ છે. આ પુલ મુખ્ય ભૂમિને રામેશ્વરમ ટાપુ સાથે જોડે છે. તે દરિયાકાંઠાના માળખાગત સુવિધાઓમાં જોડાણ અને નવીનતાનું આધુનિક પ્રતીક છે.
Rameswaram, Tamil Nadu: PM Narendra Modi inaugurates New Pamban Bridge – India’s first vertical lift sea bridge and flags off Rameswaram-Tambaram (Chennai) new train service, on the occasion of #RamNavami2025 pic.twitter.com/6ts8HNdwqy
— ANI (@ANI) April 6, 2025
આ પણ વાંચો: SRH vs GT વચ્ચે આજે મુકાબલો, જાણો હેડ ટુ હેડ રેકોર્ડ
આ પુલ લગભગ 2 કિલોમીટર લાંબો છે
700 કરોડ રૂપિયાથી વધુના ખર્ચેથી આ પુલ બનાવવામાં આવ્યો છે. લગભગ 2 કિમી લાંબા આ દરિયાઈ પુલને સ્ટેનલેસ સ્ટીલ રિઇન્ફોર્સમેન્ટ, એન્ટી-કાટ પોલિસિલોક્સેન કોટિંગ અને સંપૂર્ણપણે વેલ્ડેડ સાંધાઓથી ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પુલ લાંબા સમય સુધી ટકાઉ રહે છે. તમને જણાવી દઈએ આ પુલના ઉદ્ઘાટન પછી, પીએમ મોદી પવિત્ર રામનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરવા માટે રામેશ્વરમ જશે. આ પછી, પીએમ મોદી 8,300 કરોડ રૂપિયાથી વધુના રેલ અને રોડ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને તેમને રાષ્ટ્રને સમર્પિત કરશે.