PM Modi Podcast: શું તમને મૃત્યુનો ડર લાગે છે? પીએમ મોદી આપ્યો જોરદાર જવાબ

PM Modi Podcast With Lex Fridman: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન વચ્ચેનો પોડકાસ્ટ રિલીઝ થઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન વચ્ચેના સંવાદનો સાડા ત્રણ કલાક પોડકાસ્ટ રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં મોદીએ ઘણા વિષયો પર ખુલીને વાત કરી હતી. આ જ પોડકાસ્ટમાં, જ્યારે પીએમ મોદીને પૂછવામાં આવ્યું, “શું તમે મૃત્યુથી ડરો છો?” તો તેમણે આનો ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો. આવો જાણીએ શું જબાબ આપ્યો વડાપ્રધાને.

આ પણ વાંચો: મોદી વહેલા શાળાએ કેમ પહોંચતા હતા? PM મોદીએ પોડકાસ્ટમાં બાળપણની યાદો વાગોળી

મૃત્યુના ડરના પ્રશ્ન પર પીએમ મોદીએ શું કહ્યું?
અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેને પીએમ મોદીને પૂછ્યું, “શું તમે તમારા મૃત્યુ વિશે વિચાર કરો છો? શું તમે મૃત્યુથી ડરો છો?” આ સમયે મોદી જોર જોરથી હસવા લાગ્યા હતા.વડાપ્રધાને કહ્યું કે જન્મ પછી, જીવન અને મૃત્યુ એક જ સિક્કાની બે બાજુઓ છે. આપણે ચોક્કસ જાણીએ છીએ કે જે કોઈ જન્મે છે તો તેનું મૃત્યુ નક્કી છે. જે નક્કી છે તેનાથી કેમ ડરવું જોઈએ?તમારે મૃત્યુનો ભય છોડી દેવો જોઈએ. આખરે, મૃત્યુ અનિવાર્ય છે, અને તે ક્યારે આવશે તેની ચિંતા કરવાનો કોઈ અર્થ નથી. જ્યારે આવવાનું જ હશે ત્યારે જ તે આવશે