April 4, 2025

PM Modi Bangkok Visit: PM મોદીએ થાઇલેન્ડમાં ભૂકંપથી થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

PM Modi Bangkok Visit: પીએમ મોદીએ થાઇલેન્ડમાં આવેલા ભૂકંપમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. આ સાથે PM મોદીએ ભારતની ‘એક્ટ ઇસ્ટ પોલિસી’માં બેંગકોકના વિશેષ સ્થાનનો ઉલ્લેખ કર્યો છે. પીએમ મોદીએ થાઇલેન્ડમાં આવેલા ભૂકંપના પીડિતોને યાદ કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી. તેમણે કહ્યું કે ભારતના લોકો વતી હું 28 માર્ચે આવેલા ભૂકંપમાં થયેલા જાનહાનિ માટે મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.

પીએમ મોદીએ કહ્યું કે ભારત અને થાઇલેન્ડ વચ્ચેના સદીઓ જૂના સંબંધો આપણા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂળ સાથે જોડાયેલા છે. બૌદ્ધ ધર્મના પ્રસારે આપણા લોકોને જોડ્યા છે. રામાયણની વાર્તા થાઈ લોકોના જીવનમાં ઊંડે સુધી જોડાયેલી છે. સંસ્કૃત પાલીનો પ્રભાવ આજે પણ ભાષાઓ અને પરંપરાઓમાં જોવા મળે છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “હું થાઈલેન્ડ સરકારનો આભારી છું કારણ કે મારી મુલાકાત દરમિયાન 18મી સદીના રામાયણ ભીંતચિત્ર પર આધારિત વિશેષ ટપાલ ટિકિટ જારી કરી. પીએમ શિનાવાત્રાએ મને હમણાં જ ટીપીટક ભેટમાં આપ્યો છે.”