March 12, 2025

PM મોદીને મોરેશિયસનું સર્વોચ્ચ નાગરિક સન્માન…સર્વોચ્ચ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય બન્યા

PM Modi in Mauritius: મોરેશિયસના PM નવીનચંદ્ર રામગુલામે આજે PM નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન, ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર’ એન્ડ ‘કી ઓફ ધ ઇન્ડિયન ઓશન’ એનાયત કરવાની જાહેરાત કરી. પીએમ મોદી મોરેશિયસનું સર્વોચ્ચ સન્માન મેળવનારા પહેલા ભારતીય બન્યા છે. રામગુલામે પોર્ટ લુઇસમાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં આ જાહેરાત કરી.

નોંધનીય છે કે, PM મોદી બે દિવસની મુલાકાતે મોરેશિયસ ગયા છે, જ્યાં તેમણે મોરેશિયસના રાષ્ટ્રપતિ ધરમબીર ગોખુલ સાથે મુલાકાત કરી. આ દરમિયાન, PM મોદીએ મોરેશિયસના રાષ્ટ્રપતિને ઘણી વસ્તુઓ ભેટમાં આપી છે, જેમાં મહાકુંભના સંગમનું પાણી અને સુપર ફૂડ મખાનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પીએમએ ગોખૂલની પત્ની વૃંદા ગોખૂલને બનારસી સિલ્ક સાડી પણ ભેટમાં આપી હતી.