વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મોરેશિયસમાં ઉષ્માભર્યું સ્વાગત, સાંસદો-ધારાસભ્યો સહિતના લોકો પહોંચ્યા એરપોર્ટ

PM Modi: પીએમ મોદી બે દિવસ મોરેશિયસની મુલાકાતે છે. પીએમ નરેન્દ્ર મોદી મોરેશિયસ પહોંચી ગયા છે. આ બે દિવસમાં ભારત અને મોરેશિયસ વચ્ચેના સંબંધોનો એક નવો અધ્યાય શરૂ થશે. પીએમ મોદી મોરેશિયસ સાથે ભારતની મિત્રતાને વધુ ગાઢ બનાવશે. પીએમ મોદી મોરેશિયસમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. મોરેશિયસના PM નવીન રામગુલામે ફુલોનો હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પહોંચ્યા ત્યારે બધા 34 મંત્રીઓ તેમનું સ્વાગત કરવા આવ્યા હતા.  એરપોર્ટ પર લોકો મોદી-મોદીના નારા લાગ્યા હતા.

પીએમ મોદી મંગળવારે મધ્યરાત્રિ પછી મોરેશિયસ જવા રવાના થયા હતા. તેઓ મોરેશિયસના વડા પ્રધાન નવીનચંદ્ર રામગુલામના આમંત્રણ પર આ મુલાકાતે ગયા છે. તેઓ મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મહેમાન બનશે. મોરેશિયસનો રાષ્ટ્રીય દિવસ 12 માર્ચે છે. ભારતીય સશસ્ત્ર દળોની એક ટુકડી, ભારતીય નૌકાદળનું એક યુદ્ધ જહાજ અને ભારતીય વાયુસેનાની આકાશ ગંગા ‘સ્કાયડાઇવિંગ ટીમ’ (મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ) ઉજવણીમાં ભાગ લેશે. મોરેશિયસની બે દિવસીય મુલાકાત માટે રવાના થતા પહેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે તેમની મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોમાં “નવો અને તેજસ્વી” પ્રકરણ ઉમેરશે.

આ પણ વાંચો: PM મોદી આજથી બે દિવસ મોરેશિયસના પ્રવાસે, મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય કાર્યક્રમમાં હાજરી આપશે