PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી, મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં આવ્યો ફોન
PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ફોન દ્વારા આ ધમકી મળી છે. મળતી માહિતી મુજબ, દાવો કરવામાં આવી રહ્યો છે કે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને પીએમ નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપતો કોલ આવ્યો છે. ફોન કરનારે કહ્યું કે ‘પીએમ મોદીને મારવાની યોજના બનાવવામાં આવી છે.’
સૂત્રોના જણાવ્યા અનુસાર આ કોલ ગઈ કાલે રાત્રે લગભગ 9 વાગ્યે પોલીસ કંટ્રોલ નંબર પર આવ્યો હતો. હવે પોલીસે આ સમગ્ર મામલે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ બાબતને ગંભીરતાથી લઈને પોલીસે ધમકીભર્યા કોલની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ‘ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ પર પ્રિયંકા ગાંધી લાલઘૂમ! મોદી સરકાર પાસે કરી મોટી માગ