July 7, 2024

જો તમે વરસાદમાં ફરવા માટે સુંદર સ્થળની શોધમાં છો તો રાજસ્થાનની આ 4 જગ્યા છે પરફેક્ટ

Rajasthan Visiting Places: વરસાદની સિઝનમાં મુસાફરી માટે વિચારી રહ્યા છો તો રાજસ્થાન તમારા માટે બેસ્ટ છે. રાજસ્થાનમાં ફરવા લાયક સ્થળોની કોઈ કમી નથી. રાજસ્થાનમાં તો કોઈ પણ સિઝનમાં ફરવાની મજા આવે પરંતુ તેમાં પણ ખાસ કરીને ચોમાસાની સિઝનમાં તો કંઈ ઘટે જ ન નહીં. અમે તમને જણાવીશું આજે એ સ્થળો જે તમે રાજસ્થાનમાં જઈને ફરી શકો છો.

બાંસવાડા
રાજસ્થાનમાં ફરવા માટેના સ્થળોની વાત કરવામાં આવે તો ઘણી જગ્યાઓ છે. તેમાં પણ બાંસવાડામાં અલગ નજારો જોવા મળે છે. 100 ટાપુઓના શહેર તરીકે જાણીતું આ સ્થળ ભીડથી દૂર અને સુંદરતાથી ભરેલું સાથે જોવા મળે છે.

કુંભલગઢ
ચોમાસા દરમિયાન રાજસ્થાનની સુંદરતાને નજીકથી જોવા માટે કુંભલગઢ ચોક્કસ જવું જોઈએ. તમે અહિંયા બાદલ મહેલી મુલાકાત લઈ શકો છો. રાણકપુર જૈન મંદિર અને નીલકંઠ મહાદેવ મંદિરની પણ મુલાકાત લઈ શકો છો.

ઉદયપુર
તળાવોના શહેર તરીકે ઉદયપુર પ્રખ્યાત જોવા મળે છે. અરવલ્લીની પહાડીઓ જાણે હરિયાળીની ચાદરથી ઢંકાયેલી જોવા મળી રહી હતી. જે જ્યાં જવાથી એક અલગ જ શાંતિનો અહેસાસ થાય છે. સહેલી કી બારી અહીં ચોક્કસ જોવા જેવી છે. આ સાથે બાયોલોજિકલ પાર્ક અને સજ્જનગઢ પેલેસની મુલાકાત પણ લઈ શકો છો.

આ પણ વાંચો: Almond oil ત્વચા સંબંધિત આ સમસ્યાને કરશે દૂર

માઉન્ટ આબુ
માઉન્ટ આબુ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે. જે હમેંશા પ્રવાસીઓથી ધમધમતું રહે છે. ચોમાસાની સિઝન દરમિયાન અહિંયા વધારે ભીડ જોવા મળે છે. નક્કી તળાવ, અચલગઢ કિલ્લો, ટોડ રોક એવી જગ્યાઓ જ્યાં તમે ફરી શકો છો.