નવી જીપ કંપાસની તસવીરો વાયરલ, ટૂંક સમયમાં થઈ શકે છે લોન્ચ

Jeep Compass: નવી જીપ કંપાસ SUVની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. નવું મોડેલ જીપના STLA મીડીયમ પ્લેટફોર્મ પર જોવા મળશે. આ પહેલા યુરોપમાં તેનું વેચાણ કરવામાં આવશે. Jeep Compassના નવા ફોટા વાયરલ થયા છે. વા મોડેલમાં શું ખાસ અને નવું હશે? આવો જાણીએ.

આ પણ વાંચો: પંજાબ કિંગ્સે બોલાવ્યો આ પાકિસ્તાનના તોફાની ઓલરાઉન્ડરને, હવે ખરાખરીનો જંગ થશે

ડિઝાઇનમાં છે નવીનતા
ડિઝાઇનની વાત કરવામાં આવે તો નવી શૈલીમાં હશે અને તે વર્તમાન મોડેલ જેવી જ દેખાશે. LED હેડલાઇટ્સ, બોનેટ, ફોગ લેમ્પ્સ અને બમ્પર જોવા મળશે. વાહનની ચારે બાજુ ભારે ક્લેડીંગ સાથે ચોરસ વ્હીલ કમાનો તેને બોલ્ડ લુક આપવામાં મદદ કરે છે. કારના પાછળના ભાગમાં નવી LED ટેલલાઇટ્સ અને ફ્લેશિંગ જીપક લોગો સાથે કનેક્ટેડ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. એકંદરે, નવી જીપ કંપાસ નવીન ડિઝાઇન સાથે આવશે.