December 28, 2024

PHOTOS: શ્રીનગરમાં સિઝનની પહેલી હિમવર્ષા, પર્યટકોમાં આનંદની લહેર

ફાઇલ ફોટો

Snowfall in Srinagar: શ્રીનગરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા જોવા મળી હતી. આ હિમવર્ષાથી કાશ્મીરનો દરેક ભાગ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો હતો.

અહીંના પ્રવાસીઓએ સિઝનની પ્રથમ હિમવર્ષાનો ભરપૂર આનંદ માણ્યો હતો. હિમવર્ષા શરૂ થતાં લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

હિમવર્ષા શરૂ થતાં લોકોએ સૂકી ઠંડીમાંથી રાહત મેળવી હતી. આ ઉપરાંત હિમવર્ષા જોઈને પર્યટકો પણ દિવાના બની ગયા હતા.

શ્રીનગરમાં હિમવર્ષા જોઈને પર્યટકો ખૂબ જ ખુશ દેખાતા હતા. તેમણે કહ્યું કે જો તમે કાશ્મીર નથી જોયું તો તમે કશું જોયું નથી.

કાશ્મીરના પહાડી વિસ્તારોની સાથે શ્રીનગરમાં પણ આજે પ્રથમ હિમવર્ષા થઈ હતી. આ દરમિયાન શ્રીનગરમાં બરફ પડતાની સાથે જ રસ્તાઓ પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો.

શ્રીનગરમાં પ્રથમ હિમવર્ષા જોઈને દેશના વિવિધ રાજ્યોના પર્યટકો નાચ્યા અને ગીતો ગાતા નજરે પડ્યા હતા.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક સુધી કાશ્મીરના પહાડી વિસ્તારોમાં તેમજ મેદાની વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે.