December 25, 2024

CJI DY ચંદ્રચુડની કારનો ફોટો વાયરલ, જાણો શું છે કિંમત?

અમદાવાદ: ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડની કારની નંબર પ્લેટની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોયડ મેથિયાસે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરવામાં આવી છે. આ અનોખી નંબર પ્લેટ જોઈને ઈન્ટરનેટ યુઝર્સ સાથે પાર્ટીમાં આવેલા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કારણ કે આ નંબર પ્લેટ પર ‘DL1 CJI 0001’ લખેલું જોવા મળી રહ્યું હતું.

ધનંજય ચંદ્રચુડે એક્સ પર શેર કરી તસવીર
મેથિયાસે કારની તસવીર સાથે X (ટ્વીટર) પર લખ્યું કે, ‘ગઈકાલે દિલ્હીમાં એક ખાનગી કાર્યક્રમમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચુડને જોયા હતા. બહાર નીકળતી વખતે તેમની કારની લાઇસન્સ પ્લેટ નંબર – DL1 CJI 0001 પર ધ્યાન આપ્યું. બહુ સારું. મને આશ્ચર્ય થાય છે કે મુખ્ય ચૂંટણી કમિશનરની કારની નંબર પ્લેટ શું હોઈ શકે? DL1 એ CEC 0001 ? આ કાર ભારતની સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારના નામે નોંધાયેલી હતી. આ દર્શાવે છે કે સરકાર દ્વારા CJIને કાર આપવામાં આવી છે.

શુ છે આ કારની ખાસિયત
મર્સિડીઝ-બેન્ઝની E-Class E 350d AMG લાઈન આ કંપનીની E-Class લાઇન-અપનું ટોચનું મોડલ છે. તેની કિંમત 88 લાખ છે. E 350d AMG લાઈન ઓટોમેટિક (TC) ટ્રાન્સમિશનમાં પણ ઉપલબ્ધ છે. તે ઓબ્સિડીયન બ્લેક મેટાલિક, ગ્રેફાઇટ ગ્રે, હાઇ ટેક સિલ્વર મેટાલિક અને પોલર વ્હાઇટ 4 રંગોમાં બજારમાં ઉપલબ્ધ છે. આ લક્ઝરી કાર પેટ્રોલ અને ડીઝલ બંને વિકલ્પોમાં ઉપલબ્ધ છે. તેના પેટ્રોલ વેરિઅન્ટમાં 2.0 લિટર ટર્બો એન્જિન છે જે 197 પીએસનો પાવર અને 320 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ કારમાં તમને 12.3 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ LED હેડલેમ્પ્સ, સ્ટીયરિંગ માઉન્ટેડ ટચપેડ કંટ્રોલ્સ, એક્ટિવ બ્રેક આસિસ્ટ, પાવર સીટ, રીકલાઇન રીઅર સીટ, થ્રી-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, એમ્બિયન્ટ લાઇટિંગ, રિમોટ એન્જિન સ્ટાર્ટ-સ્ટોપ ફંક્શન, 7 એરબેગ્સ, વાયરલેસ ચાર્જિંગ મળી રહેશે. ડ્યુઅલ રીઅર ટચસ્ક્રીન સેટઅપ અને પેનોરેમિક સ્લાઇડિંગ સનરૂફ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.