Kejriwal પર ધમકીભર્યા મેસેજ લખનાર વ્યક્તિ CCTV કેમેરામાં કેદ

Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલને ધમકીભર્યા મેસેજ લખનાર વ્યક્તિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. આરોપીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મેટ્રોની અંદર સ્ટેશનો પર આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક વિરુદ્ધ સૂત્રો લખેલા મળી આવ્યા હતા.

ધમકીઓ લખતો કેદ
સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે આરોપી ધમકી લખી રહ્યો છે. એક માહિતી પ્રમાણે આરોપી બરેલીનો નિવાસી છે. હાલ પોલીસે આ આરોપીની ધરપકડ કરી લીધી છે. આ આરોપીનું નામ અંકિત ગોયલ છે. મહત્વની અને ખાસ વાત એ છે આરોપી શિક્ષિત છે. એટલું જ નહીં બેંકમાં નોકરી પણ કરે છે. હાલ તો એવી માહિતી સામે આવી છે કે આરોપીની માનસિક હાલત સારી નથી. જોકે આ કહેવું ત્યાં સુધી ખોટું છે કે જ્યાં સુધી મેડિકલ તપાસમાં આ વાતની પુષ્ટિ ના થાય.

આ પણ વાંચો: કેજરીવાલને CM પદથી હટાવવાની માગ કરનારા પૂર્વ MLAને HCએ ઝાટક્યા!

સૂત્રોચ્ચારની તસવીરો શેર
આ વિશે માહિતી આપતાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, CCTV ફૂટેજમાં એક યુવક સાઈનબોર્ડ અને કોચ પર લખતો જોવા મળ્યો હતો. વધુમાં જણાવ્યું કે રમેશ નગર અને રાજીવ ચોક મેટ્રો સ્ટેશનો, પટેલ નગરના ફૂટેજ એકત્રિત કર્યા હતા. મેટ્રોની અંદર અને સ્ટેશનો પર લખેલા કેટલાક મેસેજના ફોટોગ્રાફ અંકિતે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યા હતા. જોકે અંકિત જ્યાં સુધી પોલીસના હાથમાં ના આવ્યો ત્યાં સુધી આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ પર આરોપ લગાવી રહ્યા હતા. આમ આદમી પાર્ટીએ ‘X’ પર આરોપીના ધમકીભર્યા મેસેજ અને ફોટોગ્રાફ્સ શેર કર્યા છે.