December 25, 2024

આ રાજ્યના લોકો કાર ખરીદવામાં નંબર વન

અમદાવાદ: આજકાલ કારનો ક્રેઝ વધી રહ્યો છે. મોટા ભાગના લોકો વાહનમાં કારને પંસદ કરી રહ્યા છે. પરંતુ તમને સવાલ થશે કે સૌથી વધારે કારની ખરીદી કયાં રાજયના લોકો કરે છે? ટુ-વ્હીલર સૌથી વધારે કયાં રાજયના લોકો વધારે ખરીદી કરે છે? જોણો અમારા આ અહેવાલમાં.

અહીંના લોકો સૌથી આગળ
પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં વેચાણની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર મોખરે છે. જેમાં મહારાષ્ટ્રમાં PV વેચાણની ટકાવારી 11.96 છે. જ્યારે કાર ખરીદવાના મામલે યુપી 10.04 ટકા સાથે બીજા ક્રમે છે. જ્યારે ગુજરાત ત્રીજા સ્થાને છે. યુપીના લોકો સૌથી વધારે ટુ-વ્હીલર ખરીદવામાં આગળ છે.

કોમર્શિયલ કેટેગરીમાં કોણ આગળ છે?
કોમર્શિયલ કેટેગરીની વાત કરવામાં આવે તો આ યાદીમાં મહારાષ્ટ્ર સૌથી આગળ જોવા મળ્યું છે. કોમર્શિયલ કેટેગરીના વાહનો ખરીદવામાં સૌથી આગળ મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્ર 13.24 ટકા સાથે પ્રથમ ક્રમે અને યુપી 9.84 ટકા પર છે.

ટોપ-10ની યાદીમાં કયા રાજ્યો છે?
ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ,હરિયાણા છે. ટુ વ્હીલર સેગમેન્ટની વાત કરીએ તો આ સેગમેન્ટમાં ઉત્તર પ્રદેશ છે. ટુ-વ્હીલરના કુલ વેચાણમાં ઉત્તર પ્રદેશનો હિસ્સો 14.35 ટકા છે. આ સિવાય મહારાષ્ટ્રમાં 10.98 ટકા, મધ્યપ્રદેશ 7.14 ટકા, તમિલનાડુ 6.92 ટકા, રાજસ્થાન 6.90 ટકા અને ગુજરાત 6.29 ટકા છે.