ખેડબ્રહ્માના ચિત્રોડી ગામના લોકોને ઉનાળાની શરૂઆતમાં જ પાણી માટે વલખાં

ચિરાગ મેઘા, સાબરકાંઠા: સાબરકાંઠા સહિત સમગ્ર આદીવાસી વિસ્તાર માટે નલ સે જલ યોજના અસ્તિત્વમાં આવી હતી જોકે યોજના શરૂ થતાની સાથે જ જાણે કે પૂરી થઈ ચૂકી હોય તેમ આજે એવા કેટલાય ગામો છે. જ્યાં પાણી માટે નળ તો મુકાયા છે પણ એક વખત પણ પાણી આવ્યું નથી અને નલ સે જલ યોજના અંતર્ગત પ્રત્યેક ધર દિઠ મૂકવામાં આવેલ પાણીની લાઈન નિચે મુખ્ય લાઈન સાથે નળનું કનેશન લાગ્યા નથી તેમજ લોકોની સ્થિતિ જે સે થે યથાવત છે. ખેડબ્રહ્માના ચિત્રોડી ગામનાં લોકો ઉનાળાની શરૂઆતમાં જ પાણી માટે વલખાં મારતા હોય તેવા દૃશ્યો કેદ થયા છે.
સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ખેડબ્રહ્માના ચિત્રોડી ખાતે રાજ્ય સરકાર તેમજ પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલો લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં વેડફાયો છે. પાણી માટે કરવામાં આવેલો લાખોનો ખર્ચ પાણીમાં જ વેડફાયો છે. તેની સામે સ્થાનિક મહિલાઓથી લઈને સ્થાનિક આગેવાનો પણ હવે રાજ્ય સરકાર તેમજ એજન્સીઓ સામે આક્રમક મૂળમાં જોવા મળી રહ્યા છે. સ્વાભાવિક છે કે ઉનાળાની કાળજાળ ગરમીની શરૂઆત થઈ છે ત્યારે ગરમીની શરૂઆતથી લઈને પાણીની અછત સર્જાતા હવે સ્થાનિક લોકો પણ પાણીને લઈને ચાર કિલોમીટર દૂર હેન્ડ પંપમાં પાણી ભરવા માટે મજબૂર બન્યા છે. એક તરફ સરકાર દ્વારા હર ધર નલ સે જલ યોજના અંતર્ગત કરવામાં આવેલા કામોમાં મોટા ભાગે ભ્રષ્ટાચાર થયા હોવાના જાગતા પુરાવા પણ સામે આવ્યા છે. એક તરફ સરકારે લાખો રૂપિયાના ખર્ચે સ્થાનિક ગરીબ અને મધ્યમ વર્ગના આદીવાસી સમાજ સહિત અન્ય લોકોને પાણીનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળી રહે તે હેતુથી નલ સે જલ યોજના અમલમાં મુકવામાં આવી હતી. જોકે યોજનાં અતંર્ગત ધર આગળ મૂકવામાં આવેલ પાણીના નળ કનેકશન મુખ્ય લાઈનોથી છુટા જોવા મળી રહ્યાં છે. દૃશ્યો જોઈ તમે પણ ચોંકી ઉઠશો કે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ હર ધર નલ સે જલ યોજના અંતર્ગત ધર આગળ મુકાયેલ પાણીના નળ આવા હોયતો તો પાણી ક્યાંથી આવે.
સામાન્ય રીતે સરકાર દ્વારા કરવામાં આવતા વિકાસના કામોમાં સ્થાનિક વિભાગીય કચેરી દ્વારા નજર રાખવામાં આવતી હોય છે. જોકે સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તાર ખેડબ્રહ્માના ચિત્રોડી ખાતે કરવામાં આવેલા લાખો રૂપિયાનો ખર્ચ ખાડામાં ગયો છે. મકાન આગળ મૂકવામાં આવેલા નલ સે જલ યોજના અંતર્ગત પાણીની ચકલીઓ મુખ્ય કનેક્શનથી જ વંચિત રહેતા સ્થાનિક લોકો છેલ્લા કેટલાક વર્ષોથી પાણી વિહોણા બન્યા છે. પાણી ભરવા માટે સ્થાનિક મહિલાઓ પોતાનો ધંધો રોજગાર છોડીને ચારથી પાંચ કિલોમીટર દૂર હેડ પંપમાં પાણી ભરવા જવું પડતું હોય છે જ્યારે પણ મહિલાઓ પાણી ભરવા માટે જતી હોય છે. ત્યારે મહિલાઓ વચ્ચે પણ પાણી ભરવા બાબતે સમાન્ય બોલચાલી પણ થતી હોય છે. જોકે ચિત્રોડી ખાતે પાણી માટેનો બનાયેલ સંપ ચેકીંગ કર્યા બાદ આજદિન પાણીથી ભરાયો નથી જયારે સંપમાં પાણી ન હોવાને લઈ ગામની મહીલાઓ ચારથી પાંચ કિલોમીટર સુધી ચાલતા પાણી ભરવા જવું પડતું હોય છે. જોકે સ્થાનિક આગેવાનોએ અનેક રજુઆતો કરી છતા આજદીન સુધી પરીણામ શૂન્ય મળી રહ્યું છે. ત્યારે ઉનાળાની શરૂવાતમાં કાળજાળ ગરમીમાં ભર બપોરે મહીલાઓ હેન્ડ પંપ સુઘી પાણી ભરવામાં મુશ્કેલ પડી રહ્યું છે.
નલ સે જલ યોજના અંતર્ગત કરવામાં આવેલા કામો બાદ જે તે ખાનગી એજન્સી દ્વારા દરેક ઘર દીઠ મહિલાઓને નળ કનેકશન સાથે ઉભા રાખી ફોટોગ્રાફી કરવામાં આવી હતી. વર્ષોથી અંતરિયાળ વિસ્તારમાં પાણીની બુમરાળ વચ્ચે નલ સે જલ યોજના અંતર્ગત ખાલી કોનું સપનું સાકાર થયું હોય તે પ્રમાણેની ખુરશીનો વર્તારો સ્થાનિકોમાં જોવા મળ્યો હતો. યોજનાનું કામ પૂર્ણ થયા બાદ મકાન માલિકને સાથે રાખી નળ કનેક્શન સાથે ફોટોગ્રાફી થયા બાદ લાઈનનું ટેસ્ટિંગ કરવામાં આવી હતી. જોકે લાઈન ટેસ્તિંગ કરાયા બાદ પાંચ વર્ષ જેટલો સમય વિત્યો છતાં પાણીના નળમાં પાણી કયારે આવશે તેણી સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે. મોટાભાગના વિસ્તારમાં યોજના હેઠળ લગાવવામાં આવેલા નળ કનેક્શન બિસ્માર હાલતમાં છે. સાથોસાથ નળ કનેક્શન સાથે ઢોરને બાંધી રાખી નળ કનેકશન પાણી વિના સુરક્ષીત રહે તે દિશામાં લોકો પાણી વિનાના નળની ઢોર બાંધવા માટે જાળવણી કરી રહ્યા છે. મહીલાઓ વરચે પાણી ભરવા બાબતે અમૂક વખત સામાન્ય બોલાચાલી પણ થતી હોય છે. જોકે સરકાર દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત પાણીના સંપ ખાલી રહેલા છે. જે ભરવામાં આવે તો આવનાર સમયમાં લોકોને પડતી પાણીની સમસ્યા માંથી છુટકારો મળી શકે તેમ છે.
અંતરીયાળ વિસ્તારમાં ઉનાળાની શરૂઆતમાં પાણી માટે વલખાં મારતાં સ્થાનિકો માટે નલ સે જલ યોજના અંતર્ગત ત્યાર કરવામાં આવેલ સંપમાં ધરોઈ ડેમ તેમજ ખેરવા ડેમ થકી પાણી આપવામાં આવે તો ચિત્રોડી સહિતના અંતરીયાળ વિસ્તારમાં પડતી પાણીની મુશ્કેલીનો અંત આવી શકે તેમ છે. ત્યારે નલ સે જલ યોજના અંતર્ગત થયેલ કામોમાં ભ્રષ્ટાચારની વાતો વચ્ચે તંત્ર દ્વારા કેવા અને કયા પ્રકારના પગલાં ભરાય છે તે મહત્વનું બની રહે છે. જોકે હાલના સમયે ઉનાળાની શરૂઆતમાં પાણી વિના અંતરીયાળ વિસ્તારમાં મહીલાઓ પાણી ભરવા માટે બે થી ચાર કિલોમીટર દૂર જવું ફરિજયાત બન્યું છે.