September 10, 2024

બાંગ્લાદેશથી આવતા લોકોનું ‘લિંગ પરીક્ષણ’ થવું જોઈએ, VHP નેતાનું ચોંકાવનારું નિવેદન

Bangladesh Crisis: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ આજે 18 સભ્યોની વચગાળાની સરકાર શપથ લેવા જઈ રહી છે. નવી સરકાર વિદ્યાર્થીઓની માંગો મુજબ બાંગ્લાદેશી સેના દ્વારા બનાવવામાં આવી છે. આ દરમિયાન શેખ હસીના હજુ પણ ભારતમાં શરણ લઈ રહ્યા છે. ભારત પાસે આવે આવેલ આંતરરાષ્ટ્રીય સરહદે હાલ BSF એલર્ટ મોડ પર આવી ગઈ છે. કારણ કે બાંગ્લાદેશ રેડિકલ ગ્રૂપના 600 લોકો ગમે ત્યારે ભારતમાં ઘૂસણખોરી કરી શકે છે. તો, આ બધા દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના નેતા શંકર તિવારીએ બાંગ્લાદેશથી ભારત આવતા લોકોને લઈને ગંભીર નિવેદન આપ્યું છે.

મળતી માહિતી અનુસાર VHP નેતા વિજય શંકર તિવારીએ સોશિયલ મીડિયા સાઇટ X પર લખ્યું છે કે બાંગ્લાદેશથી ભારત આવતા લોકોના લિંગની તપાસ થવી જ જોઈએ. માત્ર હિન્દુઓને જ ભારતમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવી જોઈએ. જણાવી દઈએ કે શેખ હસીનાના રાજીનામાં બાદથી જ બાંગ્લાદેશમાં હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: ભારતમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહ્યા હતા 500-600 બાંગ્લાદેશી, BSFએ તાત્કાલિક લીધા પગલાં

BSFએ 500 બાંગ્લાદેશીઓને ભારતમાં ઘૂસણખોરી કરતાં અટકાવ્યા
જણાવી દઈએ કે બીએસએફએ બુધવારે બંગાળના જલપાઈગુડીથી ઘૂસણખોરી કરી રહેલા 500 જેટલા બાંગ્લાદેશીઓને સરહદ પર જ અટકાવી દીધા હતા. આ તમામ બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓના વિરોધ પ્રદર્શન બાદ એકત્રિત થયા હતા. ભારતમાં ઘૂસી રહેલા લોકો સાથે ભારત અને બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ્સના જવાનોએ વાત કરી હતી. બાદમાં આ તમામ પરત ફરી ગયા હતા. આંતરરાષ્ટ્રીય સરહદ પર હાલ BSF હાઇએલર્ટ પર છે.