July 4, 2024

IPL 2024: આજે PBKS અને SRH વચ્ચે ‘મહામુકાબલો’

IPL 2024: શિખર ધવનની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સ, મંગળવારે મોહાલીમાં પેટ કમિન્સની આગેવાની હેઠળની સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. બંને ટીમો આ માટે તૈયાર છે. ત્યારે આજની મેચની પિચ કેવી રહશે આવો જાણીએ.

બંને ટીમો સામસામે
આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધીમાં પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 21 મેચ રમાઈ હતી. જેમાં પંજાબની ટીમનો 7 મેચમાં વિજ્ય થયો છે, હૈદરાબાદની ટીમે 14 મેચ જીતી છે. સૌથી વધુ સ્કોરની વાત કરવામાં આવે તો પંજાબની ટીમનો સૌથી વધુ સ્કોર 212 છે અને હૈદરાબાદનો સૌથી વધુ સ્કોર 211 છે. છેલ્લી પાંચ મેચમાં હૈદરાબાદની ટીમે 3માં જીત પ્રાપ્ત કરી છે.

આ પણ વાંચો: CSK vs KKR: આન્દ્રે રસેલ CSK માટે બની શકે છે ખતરો

ફાયદો ઉઠાવવાનો પ્રયાસ
ભારતની સૌથી ઝડપી પિચોમાં મોહાલીનું સ્ટેડિયમ આવે છે. પહેલા જે ટીમ બોલિંગ કરે છે તે ટીમને અહીંની પીચમાં સારો ફાયદો થાય છે. IPLની માત્ર એક મેચ અહીં રમાઈ છે, હવે બીજી મેચ આજના રમાવાની છે. આ વર્ષે આ પીચ પર માત્ર એક જ આઈપીએલ મેચ રમાણી છે. જે દિલ્હી અને પંજાબ વચ્ચે રમાઈ હતી. આ સમયે દિલ્હીની ટીમે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરવાનું પસંદ કર્યું છે. દિલ્હીના ફાસ્ટ બોલર ખલીલ અહેમદ અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી હતી. આ મેચમાં ફાસ્ટ બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. આજની મેચમાં પણ કંઈક એવું જોવા મળે તો નક્કી નહી.