June 30, 2024

X Live Streamingને લઈને મોટી જાહેરાત, હવેથી પૈસા લેશે

X Live Streaming Service: છેલ્લા 1 વર્ષથી X પર સતત નવા અપડેટ આવી રહ્યા છે. કેટલાય નિયમો બદલાયા અને હજૂ પણ આ બદલાવ ચાલું છે. Xએ જાહેરાત કરી છે કે લાઇવ સ્ટ્રીમિંગ સુવિધા ફક્ત પ્રીમિયમ સબ્સ્ક્રાઇબર્સ માટે જ રાખવામાં આવશે. કયારથી અમલવારી કરવામાં આવશે તે વિશે કોઈ હજૂ સુધી માહિતી આપવામાં આવી નથી.

જાહેરાત કરાઈ
X લાઇવ સ્ટ્રીમિંગ સેવાને લઈને જાહેરાત કરાઈ છે. જેમાં તેસામાન્ય યુઝર્સ X પર લાઈવસ્ટ્રીમિંગ કરી શકશે નહીં. એટલે કે તમે મફતમાં આ X પર લાઇવસ્ટ્રીમ કરી શકશો નહીં. તેના માટે તમારે પૈસાની ચૂકવણી કરવી પડશે. આ નિયમમાં ફેરફાર કયારથી કરવામાં આવશે તેની કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ એક અંદાજ પ્રમાણે ટૂંક સમયમાં આ ફેરફારને એપ્લાય કરી દેવામાં આવશે.

પહેલું પ્લેટફોર્મ હશે
તમને જણાવી દઈએ કે Instagram, Facebook, YouTube પર તમે લાઈવ માટે કોઈ પૈસાની ચૂકવણી કરવી પડતી નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇવસ્ટ્રીમિંગ માટે કોઈ પણ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનની જરૂર પડતી નથી. X એવું પહેલું પ્લેટફોર્મ બનશે કે જે લાઇવસ્ટ્રીમિંગ માટે પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન કરશે. એલોન મસ્કએ 2022 માં X હસ્તગત કર્યા બાદ ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. સૌથી પહેલા લોગોને ચેન્જ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Airtel 9 Plan: એરટેલે લોન્ચ કર્યો 9 રૂપિયાનો સસ્તો પ્લાન, મળશે આ લાભ

ઘણા મોટા ફેરફારો
Xનું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનની વાત કરવામાં આવે તો દર મહિને રૂપિયા 215 થી શરૂ થાય છે અને પ્રીમિયમ+ ટાયર માટે રૂપિયા 1,133 સુધી જાય છે. જેમને લાઇવ સ્ટ્રીમિંગ કરવું હશે તેમને પૈસાની ચૂકવણી કરવી પડશે. તમે મફતમાં X પર લાઇવ સ્ટ્રીમિંગ કરી શકશો નહીં. X પોતાના પ્લેટફોર્મ પર તમામ સુવિધાઓ લાવી રહ્યું છે. જેના કારણે ક વપરાશકર્તાઓને અન્ય પ્લેટફોર્મ પર જવાની જરૂર પડે નહીં.