December 30, 2024

રણીધણી વગરનું ખાંભા સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર

દશરથસિંહ રાઠોડ, અમરેલી: અમરેલી જિલ્લાના ખાંભા સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ન્યૂઝ કેપિટલ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવતા તાલુકા મથકની હોસ્પિટલમાં ત્રણ ડોકટરની જગ્યા સામે માત્ર એક ડોકટર ઓપીડી પર છે. ત્યારે, એક ડોકટર ડેપ્યુટેશનમાં હોય અને અન્ય એક ડોકટર ટ્રેનિંગમાં હોવાથી દર્દીઓને માટે કોઈ સુવિધા નથી અને ખાંભા સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં માણસને જ્યાં સારવાર આપવાની હોય ત્યાં શ્વાન રખડતાં જોવા મળ્યા હતા. એટલું જ નહીં હોસ્પિટલ ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. તેમજ, હોસ્પિટલમાં એક ડોકટર સિવાય અન્ય ડોકટર ન હોવાથી દર્દીઓને કલાકો સુધી બેસી રહેવું પડે છે. દરિદ્ર નારાયણને ના છૂટકે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં જવાનો વારો આવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ડોક્ટરની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

ખાંભા તાલુકો ગીર કાંઠાનો છેવાડાનો પછાત તાલુકો માનવામાં આવે છે. ત્યારે, ખાંભાની મહત્વની ગણાતી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ત્રણ ડોકટર, મેડિકલ ઓફિસર સહિતના ડોક્ટર, લેબ ટેક્નિશયન, એક્સ-રે ટેક્નિશયન અને નર્સિંગ સ્ટાફનું મહેકમ હોવાથી તાલુકાભરમાંથી દર્દીઓ અને ડિલિવરીના કેસો તથા સ્ટેટ હાઇવે પર અવાર-નવાર બનતા અકસ્માતના દર્દીઓ હોસ્પિટલમાં મોટી આશાઓ સાથે આવતા હોય છે. પરંતુ, ખાંભા તાલુકા મથકની હોસ્પિટલમાં એક જ ડોકટર ઓપીડી માં હોવાથી દર્દીઓ અને ખેડૂતો માલધારીઓ પોતાના કામ ધંધા મૂકીને હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે પરંતુ એક જ ડોક્ટર હોસ્પિટલમાં હાજર હોવાથી કલાકો સુધી બેસતા હોય છે અને વારો આવતો ન હોય ત્યારે ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો છે દર્દીઓ રામ ભરોસે રહેતા હોય જેથી ખાનગી દવાખાનામાં મોંઘી સારવાર લેવા માટે મજબૂર બની રહ્યા છે .

ખાંભા તાલુકા ના 57 ગામ વચ્ચે એક માત્ર હોસ્પિટલમાં એક ડોકટર ઓપીડી પર હાજર હોય છે અને દરરોજની 200 ઓપીડી ખાંભાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જોવા મળે છે અને દર્દીઓને સારવાર ન મળતી હોવાથી ભારે રોશ જોવા મળી રહ્યો છે અને ખાંભા ની સરકારી હોસ્પિટલમાં જ્યાં માણસને સારવાર લેવાની હોય ત્યાં કુતરાઓ આંટા મારતા હોવાનું પણ સામે આવ્યું હતું ત્યારે ખાંભા તેમજ ગામ્ય વિસ્તારમાંથી આવતા દર્દીઓને પૂરતી સારવાર મળતી નથી અને કલાકો સુધી ઉભા રહેવુ પડતું હોય છે અને એક જ ડોક્ટર હોવાથી ખાંભા ની હોસ્પિટલમાં દર્દીઓ આવતા નથી અને ખાંભા ની સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓપીડીમાં હજુ વધારો થાય એમ છે પરંતુ અન્ય ડોક્ટર ઓપીડી લેવા બેસે તેવી માંગણીમાં ઊઠવા પામી છે.

ખાંભા હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 200 થી વધારે ઓપીડી હોવાથી દર્દીઓથી ઉભરાતી હોસ્પિટલ હોવા છતાં ત્રણ ડોક્ટરોની મેહકમ સામે એક ડોક્ટર જ 24 કલાક ઓપીડી પર હોય છે અને અન્ય બે ડોક્ટરો માંથી એક ડોક્ટર ડેપ્યુટેશનમાં અને એક ડોક્ટર ટ્રેનિંગમાં હોવાનું સ્થાનિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું ત્યારે ના છૂટકે આર્થિક ભીંસ સહન કરીને પણ દર્દીઓ ખાનગી ડોક્ટરોને મોટી ફ્રી ચૂકવીને સારવાર લેવા માટે મજબૂર બની રહ્યા છે આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય કરવા માં આવે તે જરૂરી બન્યું છે હાલ જિલ્લાભરમાં ચોમાસાને કારણે ગંદકી અને કાદવ કિચડ ના કારણે રોગચારો વકડ્યો છે અને મેલરીયા ટાઈફોડ જેવા રોગના કેસ વધ્યા છે

ખાંભા ના આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની ઘટ છે. ત્યારે ખાંભાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દી નારાયણનો પરેશાન બન્યા છે અને સવારથી કલાકો સુધી હોસ્પિટલમાં બેસવા છતાં સારવાર ન મળવાને કારણે પરેશાન બન્યા છે ના છૂટકે પેશન્ટ અને દર્દીઓને મોંઘી થી ચૂકવી પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર બનવું પડે છે અને ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય કરવા દર્દીઓમાં માંગ ઉઠવા પામી છે.