પોલીસ સાથેના ઘર્ષણ કેસમાં MLA સહિત 200 લોકો સામે ગુનો ફાઈલ
Patan News: HNGUમાં પોલીસ સાથે ઘર્ષણના કેસમાં ધારાસભ્ય સહિત સામે ગુનો નોંધાયો છે. પોલીસે 14ના નામ જોગ તેમજ 200 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી હોવાનું સામે આવ્યું છે. પોલીસ કર્મચારીઓ પર હુમલા મામલે ફરિયાદ નોંધાઈ છે. NSUI અને કોંગ્રેસ કાર્યકરો સામે પણ ફરિયાદ નોંધાઈ છે.
કાર્યકરોને કર્યા ડીટેન
ફરિયાદ બાદ પોલીસે કેટલાક કાર્યકરોને ડીટેન પણ કર્યા છે. યુનિવર્સિટીમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ભૂખ હડતાલમાં પોલીસ પરવાનગી ન લીધાની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ કામગીરીમાં રોકાવટ પોલીસ સાથે ઘર્ષણ અને પોલીસ કર્મીને લાફો માર્યો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: PMJAY યોજનામાં ગેરરીતિ બદલ બે હોસ્પિટલ સસ્પેન્ડ, 2ને પેનલ્ટી
1 ધારાસભ્ય કિરીટ પટેલ
2 ચંદનજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય સિદ્ધપુર
3હાર્દિક પટેલ
4 સોહમ પટેલ
5 અમિત પ્રજાપતિ
6 ભરત ભાટીયા
7અદનાન મેમણ
8 દાદુશી ઠાકોર જિલ્લાના nsui પ્રમુખ
9 હિતેશ દેસાઈ શહેર પ્રમુખ nsui
10 મેહુલ દાન ગઢવી
11 જય ચૌધરી
12 પ્રેમ કિરીટભાઈ પટેલ
13 નિખિલ પટેલ
કોંગ્રેસ અને એનએસયુઆઇના કાર્યકરો મળીને ટોટલ 200 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે.