July 4, 2024

હારીજના નાણાં ગામે કરંટ લાગતા સાસુ-વહુનાં મોત, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત

પાટણઃ હારીજના નાણાં ગામે વીજ કરંટ લાગતા બે મહિલાનાં મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. લોખંડના પતરાની છત નીચે સૂતેલા પરિવારના ત્રણ સભ્યોને વીજ કરંટ લાગ્યો હતો. તેમાંથી બે લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. હાલ ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, વીજ કરંટ લાગતા સાસુ-વહુનું મોત નીપજ્યું હતું. વીજ મીટરમાંથી પસાર થતો વાયર તૂટેલો હોવાથી આ ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. મૃતક કેશાબેન ઠાકોર અને સેજલબેન ઠાકોર હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય એક વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની મહેર, બનાસકાંઠા-મહેસાણામાં વરસાદી માહોલ

પાટણમાં ભારે વરસાદ નોંધાયો
પાટણમાં વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પાટણનું પ્રથમ અને બીજું રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. શહેરમાંથી બહાર અને અંદર પ્રવેશવાનો માર્ગ બંધ થયો છે. પાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન કાગળ પર જ રહી ગયો હોય તેવું લાગી રહ્યું છે. રેલવે ગરનાળામાં વાહનો બંધ થતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અવરજવર માટે લોકો જીવના જોખમે પગદંડીનો ઉપયોગ કરી રહ્યા છે.