November 18, 2024

ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે 15 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ, તમામ સામે પોલીસ ફરિયાદ

પાટણઃ ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગથી વિદ્યાર્થીના મોત મામલે 15 વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. મેડિકલ કોલેજના એડિશનલ ડીને 15 વિદ્યાર્થી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. બાલીસણા પોલીસ મથકે 15 વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

વિદ્યાર્થીના મોતને પગલે કોલેજ દ્વારા એન્ટી રેગિંગ કમિશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સિનિયર ડોક્ટરોએ સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓની અલગ અલગ પૂછપરછ કરવામાં આવી છે. 15 સિનિયર વિદ્યાર્થીઓએ સતત સાડા ત્રણ કલાક સુધી જુનિયર વિદ્યાર્થીઓને ઉભા રાખી ગીતો ગવડાવી, ડાન્સ કરાવી રૂમની બહાર ન જવા દઈ રેગિંગ કર્યા હોવાનું સામે આવ્યું છે. મેડિકલ કોલેજે જવાબદાર 15 વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે.

15 વિદ્યાર્થીઓનાં નામ

  • પ્રવીણ વરજંગભાઈ ચૌધરી
  • વિવેક ગમનભાઈ રબારી
  • ઋત્વિક પુરુષોત્તમભાઈ લીંબડીયા
  • મેહુલ પ્રતાપભાઈ ઢેઢાતર
  • સુરજલ રૂડાભાઈ બલદાણીયા
  • હરેશ ગંભીરભાઈ ચાવડા
  • વૈભવ વિકેશભાઈ રાવલ
  • પરાગ ભરતભાઈ કલસરિયા
  • ઉત્પલ શૈલેષભાઈ વસાવા
  • વિશાલ લગધીરભાઈ ચૌધરી
  • અવધેશ અશોકભાઈ પટેલ
  • હિરેન મનસુખભાઈ પ્રજાપતિ
  • તુષાર પીરાભાઈ ગોહેલકર
  • પ્રકાશ માધાભાઈ દેસાઈ
  • જૈમીન સવજીભાઈ ચૌધરી