News 360
Breaking News

પાસપોર્ટ કઢાવવા મામલે મહેસાણાવાસીઓ અગ્રેસર, એક વર્ષમાં 43 ટકા વધ્યા

Mehsana Passport: મહેસાણામાં પાસપોર્ટનો ક્રેઝમાં સતત વધારો થઈ રહ્યો છે. એક જ વર્ષમાં પાસપોર્ટ કઢાવનારની સંખ્યામાં 43 ટકાનો વધારો થયો છે. મહેસાણા પાસપોર્ટ કેન્દ્ર ખાતે 11554 પાસપોર્ટ ઈશ્યુ કરાયા છે.

આ પણ વાંચો: મગફળી ખરીદીમાં ગેરરીતિ મામલે દિલીપ સંઘાણીએ આપ્યું નિવેદન, કહી આ વાત

મહેસાણાના લોકોમાં વિદેશ જવાનો ક્રેઝ
મહેસાણામાં એક જ વર્ષમાં પાસપોર્ટ કઢાવનારની સંખ્યામાં 43 ટકાનો વધારો થયો છે. વર્ષ 2021-22 માં 11554 લોકોના પાસપોર્ટ ઇશ્યુ થયા હતા. વર્ષ 2022-23માં 17939 લોકોના પાસપોર્ટ ઇશ્યુ થયા છે. વર્ષ 2023-24માં 24128 લોકોને પાસપોર્ટ ઇશ્યુ થયા અને વર્ષ 2025માં અત્યાર સુધી 14021 લોકોને પાસપોર્ટ ઇશ્યુ થયા છે. દર વર્ષે સતત વધારો થઈ રહ્યો છે પાસપોર્ટ એપ્લિકેશનમાં. મહેસાણા પાસપોર્ટ કેન્દ્ર ખાતે દૈનિક 120 લોકોની અરજી સ્વીકારાય છે.