પરશોત્તમ રુપાલાના નિવેદન મામલે પૂર્વ CM શંકરસિંહ વાઘેલા મેદાને, કહ્યું – ટિકિટ રદ કરો
અમદાવાદઃ પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈને હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મેદાનમાં આવ્યાં છે. તેમણે ભાજપની પહેલાંની અને અત્યારની પાર્ટીમાં જમીન-આસમાનનો ફરક હોવાનું કહીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી છે.
ક્ષત્રિય સમાજમાં રોષ મામલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યુ છે કે, ‘જાહેર જીવનમાં બોલવા-કરવામાં ધ્યાન રાખવું પડે છે. દ્રૌપદીના એક વાક્ય પર આખું મહાભારત સર્જાયું હતું. ત્યારે બીજેપીને આ શોભા નથી દેતું. સરકારે દાઝ્યાં પર ડામ ન દેવો જોઈએ. ગુજરાત જો અવળા રસ્તે ચઢે તો ભડકે બળે એવી મને બીક છે. જો તમે લાગણીઓ સમજતા હોય તો ઉમેદવારને લઈ નિર્ણય કર્યો હતો. લાગણીઓનો અભ્યાસ કરીને ઉમેદવાર બદલવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાનમાં વસુંધરા રાજેને પણ કાઢ્યાં.’ૉ
આ પણ વાંચોઃ ગુજરાતમાં જિલ્લામાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ કેટલું? જાણો તમામ માહિતી
તેમણે વધુમાં જણાવ્યુ છે કે, ‘સમાજની ઈજ્જત પર ચોટ લાગી છે. સમાજની અસ્મિતા અને ભાવનાને ચોટ લાગી છે. રાજકોટના બીજેપીના ઉમેદવારને બદલો એવી મારી માગ છે. રૂપાલાના વિવાદિત નિવેદનથી પીએમ પણ સહમત છે. તમારા ઉમેદવાર આ બોલી રહ્યા છે. જો તમે આ ન સમજી શકો તો બહુ કહેવાય. તમારા પ્રોબ્લેમ હોય તો તમે ઉમેદવાર બદલી નાખો છો તો તાત્કાલિક આ ઉમેદવાર પણ બદલો.’
આ પણ વાંચોઃ પરશોત્તમ રૂપાલાના નિવેદન મામલે ક્ષત્રિય નેતાઓ સહિત CMની બેઠક
તેઓ કહે છે કે, ‘ક્ષત્રિયો ખોટા હોય તો મને કહો. આ અટકવાનું નથી. આપણી બહેન દીકરીઓ સાથે એવું બોલ્યા હોય તો આપણે શું કરીએ. આ કિસ્સો માફી માંગવાનો નથી. ક્ષત્રિયો માથાં ઉતારી દે એવા છે. આ લડાઈ ભાજપ સામે નથી. માત્ર માનસિકતા સામે વિરોધ છે. પહેલાંની અને અત્યારની પાર્ટીમાં જમીન આસમાનનો ફર્ક છે’