સંસદમાં વિરોધ દરમિયાન BJP સાંસદ ઘાયલ, કહ્યું – રાહુલ ગાંધીએ માર્યો ધક્કો
Delhi: સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને આંબેડકર પર ટિપ્પણીના મુદ્દે બંને ગૃહોમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. આજે પણ સંસદ પરિસરમાં હાઈવોલ્ટેજ ડ્રામા થયો હતો. વિરોધ દરમિયાન બીજેપી સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીનું માથું ફાટી ગયું અને તેમણે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર આંગળી ચીંધી.
#WATCH | Delhi | BJP MP Pratap Chandra Sarangi says, "Rahul Gandhi pushed an MP who fell on me after which I fell down…I was standing near the stairs when Rahul Gandhi came and pushed an MP who then fell on me…" pic.twitter.com/xhn2XOvYt4
— ANI (@ANI) December 19, 2024
એવો દાવો કરવામાં આવ્યો છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો હતો, જે પ્રતાપ સારંગી પર પડ્યા હતા. તે પણ પડી ગયા હતા અને માથામાં ઈજા થઈ હતી. સાંસદ સારંગીએ દાવો કર્યો હતો કે હું સીડી પાસે ઉભો હતો ત્યારે રાહુલ ગાંધીએ આવીને એક સાંસદને ધક્કો માર્યો હતો. જે પાછળથી મારા પર પડ્યો હતો. આ ઘટનાને કારણે તે પણ પડી ગયા હતા..
આ પણ વાંચો: શામળાજી પોલીસે ઝડપી પાડ્યો અંગ્રેજી દારૂનો જથ્થો, 2 આરોપી સહિત 1.18 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત