સંસદ ધક્કામુક્કી કાંડની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ કરવામાં આવશે
Parliament MPs Case enquiry: સંસદમાં થયેલી ધક્કામુક્કીની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. બંને કેસ (ભાજપની ફરિયાદ અને કોંગ્રેસની ફરિયાદ)ની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપની ફરિયાદમાં લોકસભાના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ભાજપે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર સાંસદોને ધક્કા આપવાનો કરવાનો આરોપ લગાવ્યો હતો. ધક્કામુક્કીમાં ઘાયલ થયેલા સાંસદ મહેશ રાજપૂત અને પ્રતાપ સારંગીના નિવેદનો નોંધવામાં આવશે. ઘટનાના સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ વીડિયોની તપાસ કરવામાં આવશે.
Parliament case enquiry and investigation of both cases (BJP's complaint and Congress' complaint) transferred to Crime Branch. In BJP's complaint, FIR has been filed against Lok Sabha LoP Rahul Gandhi: Delhi Police
— ANI (@ANI) December 20, 2024
રાહુલ ગાંધીને નોટિસ મોકલવામાં આવશે
પુરાવા તરીકે મીડિયા કેમેરાના ફૂટેજ પણ એકત્રિત કરવામાં આવશે. ફૂટેજ એકત્રિત કરવા માટે લોકસભા સ્પીકરની પરવાનગી લેવામાં આવશે. નિવેદન અને ફૂટેજ પ્રાપ્ત કર્યા પછી, ઘટના સ્થળ પર સીન રિક્રિએટ કરવામાં આવે તેવી શક્યતા છે. રાહુલ ગાંધી અને અન્ય સાંસદોને નોટિસ મોકલવામાં આવશે. નિવેદન નોંધ્યા બાદ રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવશે. કોંગ્રેસની ફરિયાદમાં ભાજપના સાંસદો પર મલ્લિકાર્જુન ખડગે પર દબાણ કરવાનો અને એસસી/એસટી એક્ટ હેઠળ આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસ આ ફરિયાદની પણ તપાસ કરી રહી છે.
શું છે સમગ્ર મામલો?
આ સમગ્ર વિવાદ ત્યારે થયો જ્યારે ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ભાષણ દરમિયાન કોંગ્રેસ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના વારંવાર ઉલ્લેખ પર ટિપ્પણી કરી. શાહે કોંગ્રેસ પર આંબેડકરના નામનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે આંબેડકરનું નામ લેવું કોંગ્રેસ માટે ‘ફેશન’ બની ગયું છે. આ પછી કોંગ્રેસે અમિત શાહ પર આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. આ નિવેદનને લઈને ગૃહમાં હોબાળો થયો હતો અને ભાજપના બે સાંસદો પણ ઘાયલ થયા હતા.