September 17, 2024

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનું 10માં દિવસનું સંપૂર્ણ શેડ્યુલ

Paris Paralympics 2024 Day 10: પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં તમામ ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં પ્રવીણના ગોલ્ડ મેડલ સાથે ભારતે ટોક્યો પેરાલિમ્પિક્સના ગોલ્ડ મેડલની સંખ્યાને પણ પાછળ છોડી દીધી છે. ટોક્યો પેરાલિમ્પિક્સ 2024માં ભારતે 6 ગોલ્ડ, 9 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આજના દિવસે પણ ઘણા મેડલ મળી શકે છે. પેરિસ પેરાલિમ્પિક્સમાં 10માં દિવસનું જાણી લો શેડ્યુલ.

આ પણ વાંચો; હેટમાયરની હિટિંગે હિસ્ટ્રી બનાવી, એક મેચમાં 42 સિક્સરથી શિખર જેવડી સિદ્ધિ

રોડ સાયકલિંગ
મેન્સ રોડ રેસ C1-3 (મેડલ રાઉન્ડ): અરશદ શેખ – બપોરે 1.00 કલાકે
મહિલા રોડ રેસ સી 1-3 (મેડલ રાઉન્ડ): જ્યોતિ ગડેરિયા – બપોરે 1.05 કલાકે

નાવડી સ્પ્રિન્ટ
પુરુષોની KL1 200m (સેમી-ફાઇનલ): યશ કુમાર – બપોરે 1.30 કલાકે
મહિલા VL2 200m (સેમિ-ફાઇનલ): પ્રાચી યાદવ – બપોરે 2.05 કલાકે

આ પણ વાંચો: કોરોના સમયગાળા દરમિયાન આ રીતે હરવિંદરે કરી હતી મહેનત, વીડિયો વાયરલ

સ્વિમિંગ
પુરુષોની 50 મીટર બટરફ્લાય S7 (હીટ્સ): સુયશ જાધવ – બપોરે 1.55

એથ્લેટિક્સ
પુરુષોની 400 મીટર T47 (મેડલ રાઉન્ડ): દિલીપ ગાવિત – 12.29am (રવિવાર)