નિરજ ચોપરાના ગોલ્ડ મેડલ જીતવા પર રિષભ પંતે રાખ્યું મોટું ઈનામ, ચાહકોને આપશે ભેટ

Paris Olympics 2024: ભારતીય ગોલ્ડન બોય નિરજ ચોપરાએ મંગળવારે પેરિસ ઓલિમ્પિકમાં પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ક્વોલિફિકેશન રાઉન્ડમાં ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતાએ 89.34 મીટર ભાલો ફેંકીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ તેનો સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. હવે ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે નિરજ ચોપરાને લઈ એક મોટી જાહેરાત કરી છે.

ફાઇનલમાં પહોંચ્યો નીરજ
નિરજે પોતાના ગોલ્ડ મેડલના બચાવમાં શાનદાર શરૂઆત કરી છે અને ફાઇનલમાં પણ તેની પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા છે. નિરજે ગ્રૂપ A અને B બંનેમાં ટોપ કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ગત ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન નીરજે 87.58 મીટરના પ્રયાસ સાથે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

પંતે મોટી જાહેરાત કરી
ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર રિષભ પંતે એક મોટી જાહેરાત કરી છે. તેણે કહ્યું કે જો નિરજ ચોપરા ફાઇનલમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતશે તો તે પ્રશંસકોને ઈનામ તરીકે 100089 રૂપિયાની રકમ આપશે. અને બાકીના 10 લોકો જેઓ ધ્યાન આકર્ષિત કરવાના પ્રયાસ કરશે, તેમને પ્લેનની ટિકિટ મળશે, ચાલો મારા ભાઈને સપોર્ટ કરીએ.

‘હું જે કરવા પેરિસ આવ્યો હતો તે મારે કરવાનું છે’
મેચ બાદ ઓફિશિયલ બ્રોડકાસ્ટર સાથે વાત કરતા નિરજે કહ્યું, આ પહેલ હંમેશ માટે અમારી સાથે રહેશે. મને લાગે છે કે આવનારી પેઢી પ્રેરિત થશે અને મારા માટે આનાથી મોટું કંઈ નથી. તેઓ માનશે કે જો નીરજ કરી શકે તો અમે પણ કરી શકીએ કારણ કે હું પણ એક સામાન્ય પરિવારમાંથી આવું છું. હું જે કરવા પેરિસ આવ્યો છું તે કરીશ.