September 18, 2024

Paris Olympics 2024: આર્જેન્ટિના અને મોરોક્કો મેચમાં ચાહકોએ મચાવ્યો હંગામો

Paris Olympics 2024: ફૂટબોલ અને રગ્બી સેવન્સની મેચો પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં 24 જુલાઈથી શરૂઆત થઈ ગઈ છે. આ વચ્ચે આર્જેન્ટિના અને મોરોક્કો વચ્ચે રમાયેલી ફૂટબોલ મેચમાં વિવાદ થયો હતો. આ દરમિયાન ચાહકોએ હોબોળો કર્યો હતો. જોકે આર્જેન્ટિનાની ટીમને આ મેચમાં હાર મળી હતી.

ચાહકોએ હોબાળો કર્યો
આર્જેન્ટિનાની ટીમને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં મોરોક્કોએ તેને 2-1થી હાર આપી હતી. આ મેચ સેન્ટ-એટિએનના જ્યોફ્રી ગ્યુચાર્ડ સ્ટેડિયમમાં રમાઈ હતી. એક સમયે મોરોક્કન ટીમ મેચમાં 2-0થી આગળ હતી, ત્યારબાદ આર્જેન્ટિના જે સ્ટાર ખેલાડી લિયોનેલ વિના પેરિસ ઓલિમ્પિકમાં રમી રહી છે. મેસ્સીએ 2 ગોલ કરીને મેચ 2-2થી બરાબર કરી લીધી હતી. અહીંથી જ સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા મોરક્કોના ચાહકોમાં ભારે હોબાળો થયો હતો.

મેચ ખાલી સ્ટેડિયમમાં પૂર્ણ થઈ
આર્જેન્ટિનાની ટીમ મેચ 2-2થી બરાબરી પર હતી ત્યારે સ્ટેન્ડમાં બેઠેલી મોરોક્કન ટીમના દર્શકોએ અચાનક મેદાન પર બોટલો ફેંકવાનું શરૂ કરી દીધું હતું. આ દર્શકોએ આર્જેન્ટિનાના ખેલાડીઓને નિશાન બનાવ્યા હતા. આટલું જ નહીં દર્શકોઓ પણ મેદાનમાં આવી ગયા હતા. આ દર્શકોને રોકવા માટે પોલીસને મેદાનમાં આવું પડ્યું હતું અને લોકોને બહાર કાઢવાની ફરજ પડી હતી. ખેલાડીઓની સુરક્ષા પણ આપવી પડી હતી. ત્યારબાદ સ્ટેડિયમને ખાલી કરાવી દીધું હતું અને અંતે દર્શકો વગર જ મેચ પુર્ણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતનો સામનો બાંગ્લાદેશ સામે

મેં આવું ક્યારેય જોયું નથી
આ મેચના સંદર્ભમાં, પેરિસ 2024 ઓલિમ્પિક્સની સત્તાવાર વેબસાઇટમાં આપેલી માહિતી પ્રમાણે આર્જેન્ટિનાના ખેલાડી ક્રિસ્ટિયન મેડિનાએ ઇન્જરી ટાઇમમાં કરેલા ગોલને રેફરીએ ઓફસાઇડ જાહેર કર્યા બાદ રદ કરી દીધો હતો. અનુભવી ખેલાડી લિયોનેલ મેસીએ પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને લખ્યું કે તે વિશ્વાસ કરી શકતો નથી કે આવું પણ થઈ શકે. આર્જેન્ટિના ટીમના કોચ જેવિયર માસ્ચેરાએ પણ કહ્યું કે મેં આવું ક્યારેય જોયું નથી.