સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો મામલો, મુખ્ય આરોપી સાથે અન્ય એકની ધરપકડ
Ahmedabad: અમદાવાદ સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ઝોન 2 એલસીબી ટીમને મોટી સફળતા મળી છે. આ ઘટનાને લઈને પોલીસે મુખ્ય આરોપી રૂપેણ બારોટ અને રોહનની ધરપકડ કરી છે. ત્રાગડ વિસ્તારમાં બંને આરોપીઓનો ક્રેટા કારમાંથી ઝડપી પાડ્યા છે. જોકે, આરોપીઓ પાસેથી બે બોમ્બ, હથિયાર અને કારતૂસ પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: એસિડ ભરેલી ટેન્કર અને ટ્રક અથડાતા નડિયાદ પાસે ગંભીર અકસ્માત, ટ્રક ચાલકનું મોત
ઉલ્લેખનીય છે કે, ગત દિવસે સાબરમતી વિસ્તારમાં એક વ્યક્તિના ઘરે પાર્સલ આવ્યું અને તરત જ તેમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેમાં પાર્સલ લાવનારો વ્યક્તિ અને પાર્સલ લેનારો વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે તાત્કાલિક બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, વધુમાં મળતી માહિતી પ્રમાણે, હાઇકોર્ટમાં કામ કરતા બળદેવ સુખડિયાના ઘરે પાર્સલ આવ્યું હતું. આ ઉપરાંત ગઈકાલ રાતે પણ ત્રણ અજાણ્યા વ્યક્તિઓ પાર્સલ આપવા આવ્યા હતા. પરિવારિક અંગત અદાવતને કારણે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો પણ થયો છે.