January 11, 2025

જુઓ પેરાલિમ્પિક્સ 2024 દિવસ 6નું ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ

Paralympics 2024 Day 6 Schedule: સોમવારે પેરિસમાં ભારતીય પેરાલિમ્પિક ખેલાડીઓ માટે શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ગઈ કાલે પાંચમા દિવસે, ભારતે ત્રણ બ્રોન્ઝ અને તેટલા સિલ્વર મેડલ જીત્યા અને સોમવારે મેડલની સંખ્યા 15 થઈ ગઈ છે. આજના દિવસે પણ મેડલની આશા રાખવામાં આવી રહી છે. ચાલો 3 સપ્ટેમ્બરના રોજ ભારતના સમગ્ર કાર્યક્રમ પર એક નજર કરીએ.

આ પણ વાંચો: નિષાદ કુમારે પેરિસ પેરાલિમ્પિક્સમાં જીત્યો સિલ્વર મેડલ, મેડલ ટેબલમાં આ નંબરે

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં દિવસ 5 (3 સપ્ટેમ્બર) માટે ભારતનું શેડ્યૂલ:

  • 1:00 PM – પેરા શૂટિંગ – અવની લેખા, મોના અગ્રવાલ મહિલા 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ SH1 ક્વોલિફિકેશન ઇવેન્ટ – R8
  • 2:28 PM – પેરા એથ્લેટિક્સ – ભાગ્યશ્રી એમ. જાધવ મહિલા શોટ-પુટ – F34 ફાઇનલ
  • 3:20 PM – પેરા તીરંદાજી – પૂજા મહિલા વ્યક્તિગત રિકર્વ ઓપન 1/8મી એલિમિનેશન ઇવેન્ટ
  • 7:30 PM – પેરા શૂટિંગ – (મેડલ ઇવેન્ટ, જો લાયક હોય તો) – અવની લેખરા, મોના અગ્રવાલ, મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ SH1 – R8
  • 9:21 PM – પેરા તીરંદાજી – પૂજા મહિલા વ્યક્તિગત રિકર્વ ઓપન ક્વાર્ટર ફાઈનલ (જો લાયક હોય તો)
  • 9:55 PM – પેરા તીરંદાજી – પૂજા મહિલા વ્યક્તિગત રિકર્વ ઓપન સેમિફાઇનલ (જો લાયક હોય તો)
  • 10:27 PM – પેરા તીરંદાજી – પૂજા મહિલા વ્યક્તિગત રિકર્વ ઓપન બ્રોન્ઝ મેડલ મેચ (જો લાયક હોય તો)
  • 10:38 PM – પેરા એથ્લેટિક્સ – દીપ્તિ જીવનજી વિમેન્સ 400m T20 ફાઇનલ (જો ક્વોલિફાય થાય તો)
  • 10:44 PM – પેરા તીરંદાજી – પૂજા મહિલા વ્યક્તિગત રિકર્વ ઓપન ગોલ્ડ મેડલ મેચ (જો લાયક હોય તો)
  • 11:50 PM – પેરા એથ્લેટિક્સ – મરિયપ્પન ટી, શૈલેષ કુમાર અને શરદ કુમાર પુરુષોની ઊંચી કૂદ T63 ફાઇનલમાં

5મા દિવસ પછી મેડલ ટેલીની સ્થિતિ
પેરાલિમ્પિક ગેમ્સ 2024ની રમતના 5માં દિવસ પછી મેડલ ટેલીમાં હાલ પ્રથમ સ્થાને ચીન છે. તેના કુલ 87 મેડલ છે. જેમાં 43 ગોલ્ડ, 30 સિલ્વર અને 14 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. ગ્રેટ બ્રિટન બીજા સ્થાને છે. તેણે 29 ગોલ્ડ, 15 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. અમેરિકા 42 મેડલ સાથે ત્રીજા સ્થાને છે. જેમાં 13 ગોલ્ડ, 19 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ છે.ભારત પાસે હવે કુલ 15 મેડલ થઈ ગયા છે. ભારત હવે 15મા સ્થાને છે.