September 10, 2024

આ મહિલા એથ્લેટને તેની સુંદરતા જ નડી, પેરિસ ઓલિમ્પિકમાંથી થઈ ગઈ બહાર

 Luana Alonso: પેરિસ ઓલિમ્પિકમાં દરરોજ એકથી વધુ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. રમતગમતના મહાકુંભમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. એક મહિલા એથ્લેટને તેની સુંદરતાના કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર કરી દેવામાં આવી હતી અને તેને ઘરે મોકલી દેવામાં આવી હતી. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના પેરાગ્વેની 20 વર્ષીય સ્વિમર લુઆના એલોન્સો સાથે બની હતી. લુઆના એલોન્સોને ખૂબ સુંદર હોવાના કારણે ઓલિમ્પિક વિલેજમાંથી તેના દેશમાં પરત મોકલવામાં આવી હતી.

લુઆના એલોન્સો સાથેની ઘટના
પેરાગ્વેની 20 વર્ષીય સ્વિમર લુઆના એલોન્સો માટે પેરિસમાં યોજાઈ રહેલા ઓલિમ્પિક 2024માં વધુ સુંદર બનવું મુશ્કેલ બની ગયું. તેને ઓલિમ્પિક વિલેજમાં પોતાનો રૂમ ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું અને ઓલિમ્પિક છોડીને તેના દેશમાં પાછા ફરવાનું કહેવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Luana Alonso (@luanalonsom)

સાથી ખેલાડીઓએ ફરિયાદ કરી
એક રિપોર્ટ અનુસાર ઓલિમ્પિકમાં ભાગ લેવા આવેલા કેટલાક પેરાગ્વેના ખેલાડીઓએ અધિકારીઓને લુઆનાની સુંદરતા અંગે ફરિયાદ કરી હતી. ખેલાડીઓએ કહ્યું કે લુઆના એટલી સુંદર છે કે તે રમત પર ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી અને તેમનું ધ્યાન ભટકાઈ રહ્યું છે.

આ પણ વાંચો: હેમા માલિનીએ વિનેશ ફોગાટને લઈ એવું નિવેદન આપ્યું કે લોકોએ આડેહાથ લઈ લીધી

જ્યારે અન્ય ખેલાડીઓએ ફરિયાદ નોંધાવ્યા બાદ અધિકારીઓએ આ બાબતની નોંધ લીધી. ત્યારે તેઓએ પણ એવું જ માન્યું. સત્તાવાળાઓને એલોન્સોની સુંદરતા વિક્ષેપરૂપ હોવાનું જણાયું હતું. પેરાગ્વેના ખેલાડીઓની સાથે આવેલા અધિકારીઓને લાગ્યું કે લુઆનાની સુંદરતા ખેલાડીઓને હાવી કરી શકે છે અને તેમના પ્રદર્શનને બગાડી શકે છે. આવી સ્થિતિમાં લુઆનાને ઘરે પરત મોકલી દેવામાં આવી હતી.