રાજસ્થાનની જીત બાદ કેપ્ટન રિયાન પરાગને મોટો ઝટકો, ફટકારવામાં આવ્યો લાખોનો દંડ

Riyan Parag: રાજસ્થાન રોયલ્સ (RR) ટીમે IPL 2025માં પહેલી જીત નોંધાવી લીધી છે. ચેન્નાઈની ટીમને 6 રનથી હાર આપી હતી. રાજસ્થાનની જીત સાથે રિયાન પરાગ પર ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. ચેન્નાઈ સામેની મેચમાં ધીમા ઓવર રેટ બદલ તેના પર આ દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચો: DC vs SRH: હૈદરાબાદી ખેલાડીઓ સામે કુલદીપે તરખાટ મચાવ્યો, બેટ્સમેનોને ઘૂંટણિયે પાડી દીધા

પરાગ પર 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો
IPL 2025ની 11મી મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગને ધીમો ઓવર રેટ રાખવા બદ દંડ ફટકારવામાં આવ્યો છે. રિયાન પરાગ પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સ્લો ઓવર રેટ માટે આ પહેલા હાર્દિક પંડ્યાને દંડ ફટકારવામાં આવ્યો છે અને હવે રિયાન પરાગને દંડ ફટકારવામાં આવ્યો છે. ગત સિઝનમાં આ ભૂલના કારણે હાર્દિકને એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેના કારણે તે IPL 2025 માં મુંબઈ માટે પહેલી મેચ રમી શક્યો ન હતો. પરંતુ તેણે પહેલી જ મેચ રમતાની સાથે ફરી એની એજ ભૂલ કરી હતી. તમને જણાવી દઈએ કે સંજૂની જગ્યાએ હાલ પરાગ રાજસ્થાનની ટીમની કમાન સંભાળી રહ્યા છે.