December 21, 2024

આ ખેલાડી મુંબઈમાં પરેડ પછી ફરીથી વિજય રેલી યોજશે, Instagramમાં કરી પોસ્ટ

Mohammed Siraj Victory Rally Indian Team: ભારતીય ટીમે 17 વર્ષની લાંબી રાહનો અંત આવી ગયો છે. T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ આખરે ભારતે જીતી લીધું છે. ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવી દીધું છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ વર્ષ 2007માં ટી20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી. આ જીત બાદ ગઈ કાલે ટીમ ઈન્ડિયાના ખેલાડીનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રશંસકો સાથે વર્લ્ડ કપની જીતની ભવ્ય ઉજવણી કરી હતી. જીતની ખુશીમાં રોહિત અને વિરાટ ઝૂમતા જોવા મળ્યા હતા. આ વચ્ચે હવે મોહમ્મદ સિરાજે મોટી જાહેરાત કરી છે.

વિજય રેલીનો સમય જણાવ્યો
મુંબઈમાં વિજય પરેડ બાદ ટી-20 વર્લ્ડ કપ 2024ની વિજેતા ટીમનો હિસ્સો રહેલા મોહમ્મદ સિરાજે તેની ઈન્સ્ટાગ્રામમાં એક સ્ટોરી મૂકી છે. જેમાં તેણે લખ્યું કે ચાલો હૈદરાબાદમાં વિજય રેલીને આપણા વિશ્વ ચેમ્પિયન મોહમ્મદ સિરાજ સાથે ફરી બનાવીએ. મહત્વની વાત એ છે કે તેણે આ પોસ્ટમાં દિવસ અને તારીખ પણ શેર કરી દીધી છે. સિરાજે આ પોસ્ટમાં લખ્યું છે કે 5 જુલાઈએ સાંજે 6.30 વાગ્યે સરોજિની આઈ હોસ્પિટલ મેહદીપટનમથી ઈદગાહ ગ્રાઉન્ડ સુધી આ રેલી રહેશે.

આ પણ વાંચો: Jasprit Bumrahએ નિવૃત્તિને લઈને કહી આ મોટી વાત

T20 વર્લ્ડ કપ 2024માં ત્રણ મેચ રમી
મોહમ્મદ સિરાજને T20 વર્લ્ડ કપ 2024માં ત્રણ મેચ રમવાની તક મળી હતી. જોકે આ 3 તકમાં તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ના હતું. તેણે 3 મેચમાં માત્ર એક જ વિકેટ લીધી હતી. જે બાદ તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેની જગ્યાએ કુલદીપને સ્થાન આપવામાં આવ્યું હતું. ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનનો ભાગ મોહમ્મદ સિરાજ ભાગ ના હતો.