પાકિસ્તાનનું શરમજનક કૃત્ય, લંડનમાં અભિનંદનનો ફોટો બતાવીને અભદ્ર કર્યું વર્તન

Pakistani Diplomat Throat Slitting Gesture: પાકિસ્તાન તેની પ્રવૃત્તિઓ બંધ કરશે તેવું કહેવું હમેંશા ખોટું સાબિત થયું છે. પાકિસ્તાની જે પણ દેશમાં હોય તેના દિલમાં રહેલી ભારત માટે નફરત હમેંશા દેખાઈ આવે છે. લોકો આ હુમલાનો વિરોધ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ થઈ રહ્યો છે. ભારતીય વિદ્યાર્થીઓ અને NRI એ લંડનમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે સમયે ભારતીય વિદ્યાર્થીઓ અને NRI વિરોધ કરી રહ્યા હતા, તે સમયે પાકિસ્તાન દ્વારા એક શરમજનક કૃત્ય કરવામાં આવ્યું હતું. આવો જાણીએ સમગ્ર મામલો.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ બોગસ દસ્તાવેજ બનાવવાનું એપિસેન્ટર, ગેરકાયદે ઘુસેલા બાંગ્લાદેશીઓએ સ્વીકાર્યું

પાકિસ્તાનનું શરમજનક કૃત્ય
ભારતીય વિદ્યાર્થીઓ અને NRI વિરોધ કરી રહ્યા હતા તે સમયે પાકિસ્તાની તરફથી એક શરમજનક કૃત્ય કરવામાં આવ્યું હતું. લંડનમાં પાકિસ્તાન હાઈ કમિશનમાંથી બહાર આવતાં એક પાકિસ્તાની અધિકારીએ વિંગ કમાન્ડર અભિનંદનને ચા પીતા જોયાનો ફોટો બતાવ્યો અને તેમનું ગળું કાપી નાખવાનો ઈશારો કર્યો હતો. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.