પાક.ના ડેપ્યુટી PM અને વિદેશમંત્રીએ પહલગામ હુમલાના આતંકવાદીઓને ગણાવ્યા ‘ફ્રીડમ ફાઇટર્સ’

Pahalgam attack: પહલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack)ને કારણે સમગ્ર ભારત (India)માં ગુસ્સો છે અને પાકિસ્તાન (Pakistan) સાથે તણાવ પણ વધ્યો છે. 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં ઇસ્લામિક આતંકવાદીઓએ પહેલા હિન્દુ પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યું અને પછી અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. જોકે, હુમલા પછી, પાકિસ્તાને તેનાથી દૂરી બનાવી લીધી અને તેના માટે ભારતને દોષી ઠેરવતા કહ્યું કે પાકિસ્તાનનો આ આતંકવાદી હુમલા સાથે કોઈ સંબંધ નથી. હવે પાકિસ્તાનના ડેપ્યુટી પીએમ અને વિદેશ મંત્રીએ આ મામલે મોટું નિવેદન આપ્યું છે.

પહલગામ હુમલાના આતંકવાદીઓને ફ્રીડમ ફાઇટર્સ કહેવામાં આવ્યા હતા
પાકિસ્તાનના ડેપ્યુટી PM અને વિદેશમંત્રી ઈશાક ડારે (Ishaq Dar) પહલગામ હુમલામાં હત્યાકાંડને અંજામ આપનારા આતંકવાદીઓને ફ્રીડમ ફાઇટર્સ ગણાવ્યા છે. ડારે કહ્યું કે, અમને નથી ખબર કે હુમલાખોરો કોણ હતા. તે ફ્રીડમ ફાઇટર્સ પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, આપણે આભારી રહેવું જોઈએ અને તેમને આતંકવાદી ન કહેવા જોઈએ.