પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમની કરી જાહેરાત
Women’s T20 World Cup 2024: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે યુએઈમાં 3 ઓક્ટોબરથી યોજાનારા મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ફાતિમા સનાને કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી છે. આ પહેલા નિદા દાર પાકિસ્તાન મહિલા ટીમની કમાન સંભાળી રહી હતી.
પાકિસ્તાની મહિલા ટીમની જાહેરાત
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ 3 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન UAEમાં રમાનાર આગામી મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે 15 સભ્યોની પાકિસ્તાની મહિલા ટીમની જાહેરાત કરી દીધી છે. ફાતિમા સનાને આ વખતે ટીમની કપ્તાની સોંપવામાં આવી છે. PCBના આ નિર્ણયનું સૌથી મોટું કારણ લાંબા સમયથી મહિલા ટીમનું નિરાશાજનક પ્રદર્શન હોવાનું છે. ફાતિમા સના અત્યાર સુધી 41 ODI અને 40 T20 મેચ રમી છે.
કેપ્ટન બનાવવામાં આવી
પાકિસ્તાન મહિલા ટીમને ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા સાથે આગામી T20 વર્લ્ડ કપના ગ્રુપ Aમાં સામેલ કરાઈ છે. 22 વર્ષીય ફાતિમા સના અત્યાર સુધી પાકિસ્તાની મહિલા ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 41 ODI અને 40 T20 મેચ રમી છે. ફાતિમા પહેલા નિદા દાર તમામ ફોર્મેટમાં ટીમની કેપ્ટનશીપની જવાબદારી સંભાળી રહી હતી. જેને બિસ્માહ મારૂફની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવી હતી.
આ પણ વાંચો: KKRને મળશે નવો કેપ્ટન? આ ખેલાડીને થઈ કેપ્ટન બનવાની ઓફર
પાકિસ્તાનની ટીમ
ફાતિમા સના (કેપ્ટન), નશરા સુંધુ, નિદા દાર, ઓમાઈમા સોહેલ, સદાફ શમાસ, સાદિયા ઈકબાલ (ફિટનેસને આધીન), આલિયા રિયાઝ, ડાયના બેગ, ગુલ ફિરોઝ, ઈરમ જાવેદ, મુનીબા અલી (વિકેટકીપર), સિદરા અમીન, સૈયદા અરુબ શાહ , તસ્મિયા રૂબાબ, તુબા હસન.
નોન ટ્રાવેલિંગ રિઝર્વ – રામીન શમીમ અને ઉમ્મ-એ-હાની.
ટ્રાવેલિંગ રિઝર્વ – નાઝીહા અલ્વી (વિકેટકીપર).