પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી તો હારી, પણ સાથે સાથે રૂ.800 કરોડનું નુકસાન પણ થયું

PCB Loss in Champions Trophy 2025: 29 વર્ષ બાદ ICC ટુર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) માટે મોંઘુ સાબિત થયું. કંગાળ પાકિસ્તાનના PCBને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના આયોજનથી લગભગ 800 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ટુર્નામેન્ટની ફાઇનલ 9 માર્ચે યોજાઈ હતી, જેમાં ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
𝗖. 𝗛. 𝗔. 𝗠. 𝗣. 𝗜. 𝗢. 𝗡. 𝗦! 🇮🇳🏆 🏆 🏆
The Rohit Sharma-led #TeamIndia are ICC #ChampionsTrophy 2025 𝙒𝙄𝙉𝙉𝙀𝙍𝙎 👏 👏
Take A Bow! 🙌 🙌#INDvNZ | #Final | @ImRo45 pic.twitter.com/ey2llSOYdG
— BCCI (@BCCI) March 9, 2025
પાકિસ્તાને સપનું જોયું હતું કે આ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરીને તેને અબજો રૂપિયાનો ફાયદો થશે, પરંતુ મામલો તેનાથી વિપરીત બન્યો. પાકિસ્તાન બોર્ડે ટુર્નામેન્ટ માટે સ્ટેડિયમને સુધારવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા હતા, પરંતુ અંતે 85 ટકાનું નુકસાન ભોગવવું પડ્યું હતું.
પાકિસ્તાન ક્રિકેટને 799 કરોડ રૂપિયાનું નુકસાન થયું
ટેલિગ્રાફ અનુસાર, પીસીબીએ ડોમેસ્ટિક મેચો કરાવવા માટે અંદાજે 851 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આમ છતાં, તેણે ફક્ત 52 કરોડ રૂપિયાની કમાણી કરી, જેના કારણે તેને લગભગ 799 કરોડ રૂપિયાનું નુકસાન થયું. જેની અસર ખેલાડીઓને જ થઈ છે. આ નુકસાનની ભરપાઈ કરવા માટે, PCB એ સ્થાનિક ખેલાડીઓની મેચ ફીમાં ભારે ઘટાડો કર્યો છે.
પાકિસ્તાનની ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો 3 સ્થળો લાહોર, કરાચી અને રાવલપિંડીમાં યોજાઈ હતી. જ્યારે ભારતીય ટીમે તેની બધી મેચ દુબઈમાં રમી હતી. ફાઈનલ પણ દુબઈમાં યોજાઈ હતી. પાકિસ્તાની બોર્ડે ત્રણ સ્થાનિક સ્ટેડિયમના નવીનીકરણ માટે $58 મિલિયન (લગભગ રૂ. 504 કરોડ) ખર્ચ કર્યા હતા.
પાકિસ્તાની ટીમ 5 દિવસમાં એક પણ મેચ જીત્યા વિના બહાર થઈ ગઈ
આ પીસીબીના કુલ બજેટ કરતા 50 ટકા વધુ છે. ટૂર્નામેન્ટની તૈયારીઓમાં 40 મિલિયન ડોલર (આશરે 347 કરોડ ભારતીય રૂપિયા) ખર્ચવામાં આવ્યા હતા. આટલો ખર્ચ કર્યા બાદ PCBને માત્ર 52 કરોડ રૂપિયાનો જ ફાયદો થયો છે. આવી સ્થિતિમાં, તેને ટૂર્નામેન્ટમાં લગભગ 85% નુકસાન સહન કરવું પડ્યું.
પાકિસ્તાન ક્રિકેટ ટીમે ઘરઆંગણે યોજાયેલી આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં શરમજનક પ્રદર્શન કર્યું હતું. આ ટીમ 5 દિવસમાં એકપણ મેચ જીત્યા વિના બહાર થઈ ગઈ. ટીમ ગ્રુપ સ્ટેજથી આગળ વધી શકી નહીં. પાકિસ્તાનનો ન્યુઝીલેન્ડ અને ભારત સામે પરાજય થયો હતો, જ્યારે બાંગ્લાદેશ સામેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.