ઝેલમ નદીમાં આવ્યું અચાનક પૂર, પાકિસ્તાની મીડિયાનો દાવો ભારતે અચાનક પાણી છોડ્યું

Flash Flood Jhelum River: પાકિસ્તાનના એક મીડિયાએ આપેલી માહિતી પ્રમાણે ભારતે અચાનક ઝેલમ નદીમાં પાણી છોડી દીધું છે. ઝેલમનું પાણી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભરાઈ ગયું હતું આ પછી પાકિસ્તાને મુઝફ્ફરાબાદમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. પાકિસ્તાને આ બાદ ભારત પર અધિકારીઓને જાણ કર્યા વિના અચાનક ઝેલમ નદીમાં પાણી છોડવાનો આરોપ લગાવ્યો છે. જેના કારણે પાણીના સ્તરમાં અચાનક વધારો થયો છે. સ્થાનિક વહીવટીતંત્રે હટિયન બાલામાં કટોકટી જાહેર કરી હતી અને મસ્જિદોમાં જાહેરાતો દ્વારા સ્થાનિકોને ચેતવણી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: ભારતીય નૌકાદળે ફરી એકવાર શક્તિ બતાવી, એન્ટી-શિપ ફાયરિંગનો વીડિયો જોઈ પાકિસ્તાન ડરી જશે

પૂરના પાણીને જોવા માટે લોકો ભેગા થયો
પાકિસ્તાને મુઝફ્ફરાબાદ અને તેની આસપાસના વિસ્તારોમાં પૂરના ભય અંગે લોકોને ચેતવણી આપી છે. તેમને નદીના પ્રવાહથી દૂર રહેવાની ચેતવણી આપી છે. મુઝફ્ફરાબાદ અને ચકોઠી વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો પુલ પર એકઠા થયા હતા. આ લોકો પૂર જોવા માટે આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ ઝેલમ નદી ભારતમાં શ્રીનગર અને બારામુલ્લાની જેમ, પાકિસ્તાનમાં ઝેલમ મુઝફ્ફરાબાદ શહેરમાંથી પસાર થાય છે.