સિંધુ જળ સંધિને લઈને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું,’ જો પાણીને રોકવામાં આવશો તો…

Pakistan PM Shahbaz Sharif: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. બંને દેશો એકબીજા સામે અનેક જાહેરાતો કરી રહ્યા છે. જેમાંથી ભારત દ્વારા સિંધુ જળ સંધિ સમાપ્ત કરવાની જાહેરાત એક મોટો નિર્ણય છે. આ બાદ પાકિસ્તાન ભારે ગુ્સ્સામાં છે. સિંધુ જળ સંધિને લઈને વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું, “પાકિસ્તાનના પાણીને ઘટાડવા અથવા વાળવાના કોઈપણ પ્રયાસનો સંપૂર્ણ તાકાતથી જવાબ આપવામાં આવશે.”
આ પણ વાંચો: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે કર્યું ‘મિસાઈલ પરીક્ષણ’
પાકિસ્તાનના વડાપ્રધાને શું કહ્યું
પાકિસ્તાનના વડા પ્રધાને કહ્યું કે અમે કોઈપણ વાતમાં જવાબ આપવા માટે તૈયાર છીએ. આ વિશે કોઈએ ભૂલ ન કરવી જોઈએ. આ અમારો 240 મિલિયન લોકોનો દેશ છે, અમે અમારા બહાદુર સશસ્ત્ર દળોની પાછળ ઉભા છીએ.શાહબાઝ શરીફે વધુમાં કહ્યું, “શાંતિ અમારી પ્રાથમિકતા છે. અમે અમારી અખંડિતતા અને સુરક્ષા સાથે ક્યારેય સમાધાન કરીશું નહીં.”