Champions Trophy 2025: પાકિસ્તાને એક પણ મેચ જીત્યા વિના મળશે ICC તરફથી આટલા કરોડ રૂપિયા

Pakistan Cricket Team Champions Trophy 2025: પાકિસ્તાન 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરી રહ્યું હતું. તે સમયે BCCIએ ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી. આ પછી આ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલ પર રમાઈ હતી. જેના કારણે બધી જ મેચ દુબઈમાં રમાઈ હતી. ખાસ વાત તો એ છે કે એક પણ મેચ હાર્યા વગર ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતી લીધો છે. ટીમ ઈન્ડિયાને 20 કરોડ રુપિયા આપવામાં આવ્યા છે. બીજી બાજૂ પાકિસ્તાન પાસે યજમાની હોવા છતાં એક પણ મેચ જીતી શક્યું ના હતું. હવે તમને સવાલ થતો હશે કે પાકિસ્તાનની ટીમને કેટલા પૈસા મળ્યા હશે? આવો જાણીએ.

આ પણ વાંચો: કોહલી ખરા અર્થમાં ‘વિરાટ’, શમીના માતાને ચરણસ્પર્શ કરીને દિલ જીત્યા

પાકિસ્તાને ખરાબ પ્રદર્શન કર્યું
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાનની ટીમનું ખૂબ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. પાકિસ્તાનની ટીમ છેલ્લે 60 રનથી હારી હતી. ભારતીય ટીમે તેમને 6 વિકેટથી હરાવ્યા હતા. બાંગ્લાદેશ સામેની મેચ વરસાદના કારણે કેન્સલ થઈ હતી. જેના કારણે પાકિસ્તાની ટીમ સેમિફાઈનલમાં પહોંચી શકી નહી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં 7મા કે 8મા ક્રમે રહેનાર ટીમોને $140,000 મળશે જે ભારતીય રૂપિયામાં આશરે 1 કરોડ 22 લાખ રૂપિયા થાય છે. પાકિસ્તાનને વર્તમાન ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોઈપણ મેચ જીત્યા વિના અંદાજે 2 કરોડ 31 લાખ રૂપિયા મળ્યા.