November 25, 2024

પાકિસ્તાનને ના મળ્યો કોઈ મુદો, કરી દીધી સ્મૃતિ ઈરાનીની સાડી ઉપર આ વાત

પાકિસ્તાન: “હો નહીં સકતા”… ભારતમાંથી કોઈ પણ નેતા વિદેશની યાત્રા પર જાય છે ત્યારે એ દુનિયા માટે મુદ્દો ના બને તેવું તો સપને પણ બને નહીં. એમાં પણ ખાસ કરીને પાકિસ્તાનને તો ચાલું ગાડીમાં ચાલુ ગાડીમાં ચડવાની ખુબ મજા આવે છે. ભારતનું નામ પડે અને પાકિસ્તાન મૌન વ્રત રાખે તેવું બને ખરૂ? ત્યારે ફરી એક વખત એવું જ કંઇક બન્યું છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરન સાઉદી અરેબિયાની બે દિવસી મુલાકાતે હતા.આ સમયે તેમના ફોટા સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયા હતા. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની મદીનાની આ મુલાકાતે ખુબ ચર્ચામાં રહી હતી. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આ મુલાકાતના કારણે પાકિસ્તાન અને તેના કટ્ટરવાદી જૂથોમાં ખળભળાટ જોવા મળ્યો હતો.

આ પણ વાચો:  પાકિસ્તાનમાં ન્યૂમોનિયા બન્યો શેતાન, શાળામાં જાહેર કરાઈ રજાઓ

મદીનાની ઐતિહાસિક મુલાકાત
સ્મૃતિ ઈરાની અને વિદેશ રાજ્ય પ્રધાન વી મુરલીધરન સાઉદી અરેબિયાની બે દિવસની મુલાકાતે હતા. આ સમયે દેશની સાથે દુનિયાનું ધ્યાન પણ આ મુલાકાત પર ગયું હતું. આ મુલાકાતમાં ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે દ્વિપક્ષીય હજ કરાર 2024 પર હસ્તાક્ષર કરાયા હતા. પરંતુ આ વચ્ચે સ્મૃતિ ઈરાની મદીના મુલાકાતથી પાકિસ્તાન નારાજ હોય તેવું જોવા મળી રહ્યું છે. પાકિસ્તાનના લોકો કહી રહ્યા છે કે આનાથી વધુ ખરાબ કંઈ હોઈ શકે નહીં, આ પ્રકારની મહેમાનગતિથી પાકિસ્તાનના લોકોને ગુસ્સો આવી રહ્યો છે. અન્ય એક પાકિસ્તાનીએ કહ્યું કે સ્મૃતિ ઈરાનીએ આખી યાત્રા દરમિયાન એક પણ વાર હિજાબ પહેર્યો ન હતો. મદીનામાં પણ નહીં. તે જે રીતે ભારતમાં રહે છે તે જ રીતે તે ગઈ હતી. અન્ય એક પાકિસ્તાની કહે છે કે આખી દુનિયામાં હવે ધર્મ મહત્વનો નથી, હવે અર્થવ્યવસ્થા મહત્વની છે. આ તમામ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે.

આ થયા કરાર
આપણા ધર્મમાં ધાર્મિક યાત્રાનું ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. ભારત અને સાઉદી અરેબિયાએ હજ માટે દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 2024માં વાર્ષિક હજ યાત્રા માટે 1,75,025 હજયાત્રીઓનો ક્વોટા ફાળવી દેવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. હજ 2024 માટે ભારતમાંથી 1,75,000 યાત્રાળુઓ જવાના છે. આ સંખ્યામાંથી 1,40,020 સીટો હજ કમિટી માટે અનામત કરવામાં આવી છે.

આ પણ વાચો:  દુનિયાનો સૌથી પાવરફુલ પાસપોર્ટ છે આ દેશનો, શું છે ભારતનું રેન્કિંગ?