પાકિસ્તાન આર્મીનો નવો પ્લાન, લીક થયો ડોક્યુમેન્ટ – હવે જંગ ટેન્કથી નહીં ટ્રકથી લડશે!

Ahmedabad: પાકિસ્તાની આર્મીના લીક થયેલા ડોક્યુમેન્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પાકિસ્તાની આર્મીનો નવો પ્લાન સામે આવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે. ત્યારે યુદ્ધની શક્યતાઓ સેવાઈ રહી છે. તેવામાં પાકિસ્તાનનો નવો ડોક્યુમેન્ટ લીક થયો છે. જેમાં જંગ પહેલા જનતાની ગાડીઓ અને ડીઝલ જપ્ત કરવાની વાત કરવામાં આવી છે. એનો સીધેસીધો મતલબ એવો થાય છે કે, હવે પાકિસ્તાની સેના ટેન્કથી નહીં ટ્રકથી જંગ લડશે.

લીક થયેલા ડોક્યુમેન્ટમાંથી મળતી માહિતી પ્રમાણે, પાકિસ્તાની સેનાને ઇંધણ અને વાહનોની સખત જરૂર છે, તેવું જણાઈ રહ્યું છે. આ ઉપરાંત ડોક્યુમેન્ટમાં આર્મી રાજ્ય પોલીસને તાત્કાલિક નાગરિક ગતિશીલતા સાધનો આપવા માટે માગણી કરી રહ્યા છે.

તેમની જરૂરિયાતના સાધનો નીચે મુજબ છેઃ

– ભારે પરિવહન વાહનો (HTV)
– ક્રેન્સ, લોડર્સ, ડમ્પર્સ
– ડીઝલ અને પેટ્રોલ સ્ટોરેજ યુનિટ્સ
– પાવર જનરેટર અને ફ્યુઅલ ટેન્કર
– સેટેલાઇટ કોમ્યુનિકેશન અને રેડિયો નેટવર્ક્સ
– નાગરિક ડ્રોન અને સર્વેલન્સ સાધનો
– ઉચ્ચ-ક્ષમતાવાળા પાણીના ધનુષ્ય અને અગ્નિશામક સાધનો