November 23, 2024

ટીમ INDIAની જીત થતા Pakistanની ટીમ ખુશ, જાણો કેમ?

T20 World Cup: ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024માં ત્રીજી મેચ જીતી લીધી છે. જીતની સાથે ટીમે સુપર 8માં પ્રવેશ કરી લીધો છે. ભારતની ટીમે તેનું આગામી રાઉન્ડ માટે તેનું સ્થાન નક્કી કરી લીધું છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ જૂથમાંથી બીજી ટીમ કોણ હશે તે અંગે નિર્ણય હજૂ લેવાનો બાકી છે. આ માટે બે દાવેદાર છે જેમાં અમેરિકા અને પાકિસ્તાન છે. ટીમ ઈન્ડિયાની જીત થતાની સાથે પાકિસ્તાનની ટીમે રાહતનો શ્વાસ લીધો હશે. આવો જાણીએ કે ભારતની ત્રીજીને કારણે પાકિસ્તાનની ટીમે કેમ રાહતનો શ્વાસ લીધો હતો.

સતત ત્રણ મેચમાં જીત
ટીમ ઈન્ડિયા અને ટીમ પાકિસ્તાનને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે. ભારતીય ટીમે પહેલી મેચમાં આયર્લેન્ડને હરાવ્યું હતું ત્યારબાદ પાકિસ્તાનને હરાવ્યું હતું. ત્યારબાદ યુએસએ સામે જીત મેળવીને સુપર 8માં પ્રવેશ કર્યો છે. પાકિસ્તાનની ટીમની વાત કરવામાં આવે તો પહેલી 2 મેચમાં ટીમને હારવાનો વારો આવ્યો હતો. અમેરિકા અને ભારતની સામેની મેચમાં પાકિસ્તાની ટીમને હારવાનો વારો આવ્યો હતો. જોકે કેનેડાની સામેની મેચમાં પાકિસ્તાનની ટીમની જીત થઈ હતી. અત્યારે ભારતના 6 પોઈન્ટ તો યુએસએના 4 અને પાકિસ્તાનના 2 પોઈન્ટ છે. જો USAની જીત થઈ હોચ તો તેને 6 પોઈન્ટ મળી જાત પરંતુ ભારતે આવું કરવા ના દિધું. જેના કારણે હવે પાકિસ્તાનની ટીમને આયર્લેન્ડ સાથે રમાવાની થશે

.આ પણ વાંચો: સાઉથ આફ્રિકાએ 4 રને મેચ જીતીને ભારતીય ટીમને પાછળ છોડી

પાકિસ્તાનને ફાયદો થયો
ટીમ ઈન્ડિયાની આયર્લેન્ડ સામેની જીતથી પાકિસ્તાનને ફાયદો થયો છે. જેની સાથે યુએસએનો નેટ રન રેટ પણ નીચે જતો રહ્યો છે. હાલ હવે પાકિસ્તાની ટીમનો નેટ રન વધી ગયો છે. પાકિસ્તાનનો 0.191 અને યુએસએનો નેટ રન રેટ હાલમાં 0.127 છે. જો આવનારી મેચમાં યુએસએની ટીમ હારશે અને પાકિસ્તાનની ટીમ જીતશે તો સ્વાભાવિક રીતે જ યુએસએનો નેટ રન રેટ ઘટશે, જ્યારે પાકિસ્તાનનો રન રેટ વધશે. પરંતુ એમ છતાં પાકિસ્તાનની ટીમનું ભાગ્ય તેના હાથમાં નથી તેવું કહી શકાય. તેનું કારણ એ છે કે તેને બીજી ટીમ પર નિર્ભર રહેવું પડશે.