‘આતંકવાદીઓને ઓન ધ સ્પોટ મારો’, પહલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓના પરિવારોની માંગ

Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ 26 લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી. આ ઉપરાંત હુમલામાં 17 લોકો ઘાયલ થયા હતા. પહલગામની મુલાકાતે આવેલા પ્રવાસીઓને પહેલા ધર્મ પૂછ્યો ત્યારબાદ આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. પીડિતોના પરિવારોએ પણ આ ક્રૂર કૃત્યના દોષિતોને કડક સજાની માંગ કરી છે. હુમલામાં માર્યા ગયેલા નીરજ ઉધવાણીના કાકા ભગવાન દાસે કહ્યું કે આતંકવાદીઓને ઓન ધ સ્પોટ મારી નાખવા જોઈએ, પછી ભલે તેમનો ધર્મ કે જાતિ કોઈ પણ હોય.

સમાચાર એજન્સીને જણાવ્યું કે, “આતંકવાદી હુમલામાં તેમની મૃત્યુ થઇ ગઇ,” તેની પત્ની પણ ત્યાં હતી, તે સુરક્ષિત છે. તે ત્યાં રજાઓ ગાળવા ગયો હતો. અમે સરકાર પાસે માંગ કરીએ છીએ કે ગુનેગારોને મારી નાખવા જોઈએ… હું કહું છું કે આતંકવાદી, ભલે તેનો ધર્મ કે જાતિ ગમે તે હોય, તેને સ્થળ પર જ મારી નાખવો જોઈએ.” પહેલગામ આતંકવાદી હુમલાના પીડિત અતુલ મોનેની ભાભી રાજશ્રી અકુલે પણ સરકાર પાસે માંગણી કરી હતી કે તેઓ કોઈપણ વિલંબ વિના આતંકવાદીઓને કડક સજા આપે.

આતંકવાદીઓએ સુશીલ નાથાનીએલ (58) ની પણ ગોળી મારીને હત્યા કરી દીધી હતી, જે તેની પત્ની, પુત્રી અને પુત્ર સાથે ઇસ્ટરની ઉજવણી કરવા જમ્મુ અને કાશ્મીર ગયો હતો. તેમના પિતરાઈ ભાઈ સંજય કુમારાવતે પીટીઆઈને જણાવ્યું હતું કે, “અમે સુશીલ નાથાનીએલની પત્ની અને પુત્ર સાથે ફોન પર વાત કરી છે. તેમણે અમને કહ્યું કે આતંકવાદીઓએ સુશીલનું નામ પૂછ્યું અને તેને ઘૂંટણિયે પડવા માટે દબાણ કર્યું, પછી તેઓએ તેને કલમાનો પાઠ કરવાનું કહ્યું. જ્યારે સુશીલે કહ્યું કે તે કલમાનો પાઠ કરી શકતો નથી, ત્યારે આતંકવાદીઓએ તેને ગોળી મારી દીધી.

તેમણે ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી. કુમરાવતે કહ્યું, “કાશ્મીરમાં કાયરતાપૂર્ણ હુમલો કરનારા અને 26 નિર્દોષ લોકોની હત્યા કરનારા આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ જેથી તે આખી દુનિયા માટે એક ઉદાહરણ બની જાય.”